India will go in ICJ Again for Kulbhushan Raveesh Kumar
  • Home
  • Featured
  • પાકિસ્તાનની ‘આંતરરાષ્ટ્રીય ફજેતી’ માટે ભારતે ઘડ્યો પ્લાન, ફરીવાર ICJમાં જામશે લડાઈ

પાકિસ્તાનની ‘આંતરરાષ્ટ્રીય ફજેતી’ માટે ભારતે ઘડ્યો પ્લાન, ફરીવાર ICJમાં જામશે લડાઈ

 | 6:50 pm IST

કુલભૂષણ જાધવ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કુલભૂષણ જાધવ મામલે ભારત ફરી એકવાર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જશે. સીજેઆઈએ આપેલા નિર્ણયનું પુરેપુરૂ પાલન કરાવવાનો ભારત પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, આજે જ પાકિસ્તાને પોતાની જેલમાં બંધ અને ફાંસીની સજા કાપી રહેલા ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાને બીજુ કાઉન્સલર એક્સેસ આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ડૉ, મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે, કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સુલર એક્સેસ નહીં આપવામાં આવે.

આ મામલે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે, 2 સપ્ટેમ્બરે કોન્સુલર એક્સેસ મળ્યું હતું તે સીજેઆઈના નિર્દેશ પર મળ્યું હતું અને અમે પાકિસ્તાનને સતત કહી રહ્યાં છીએ તે સીજેઆઈના આદેશનું પાલન કરે. જોકે અમે આ મામલે હજી પણ પાકિસ્તાનના સંપર્કમાં છીએ. જોકે આ મામલે આનાથી વધારે કંઈ કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, કુલભૂષણ મામલે નોર્મલ ડિપ્લોમેટિક ચેનલ દ્વારા વાતચીત કરવામાં આવશે.

કાશ્મીર મામલે રવિશ કુમારે કહ્યું હતું કે કાશ્મીરમાં દવાઓની કોઈ જ અછત નથી. 95 ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓ સેવા પર હાજર છે. બેકિંગ સેવાઓ પર સામાન્ય રીતે ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 92 ટકા ભુભાગ પર હવે કોઈ જ પ્રકારના પ્રતિબંધ નથી. અમે એકદમ શાંતિ તરફ આગળ વધી રહ્યાં છીએ. જોકે હજી પણ સમય છે અને પાકિસ્તાને સાવધાન થઈ જવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન