India Will Stop River Water From Going To Pakistan
  • Home
  • Featured
  • પાકિસ્તાનને ખાસ અંદાજમાં ધૂળ ચટાડવા જઇ રહ્યું છે ભારત, અંતિમ ચરણમાં પહોંચ્યું કામ

પાકિસ્તાનને ખાસ અંદાજમાં ધૂળ ચટાડવા જઇ રહ્યું છે ભારત, અંતિમ ચરણમાં પહોંચ્યું કામ

 | 10:25 pm IST

ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે તૈયારી કરી લીધી છે. ભારતની નદીઓનું પાણી પાકિસ્તાનને મળવાનું જલદીથી જલદી બંધ થઈ જશે. કેન્દ્રિય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે ભારતથી પાકિસ્તાન જનારી નદીઓનું પાણી પાકિસ્તાનમાં જતા રોકવા માટેની યોજનાનું કામ અંતિમ ચરણમાં પહોંચી ચુક્યું છે.

ભારતનાં ભાગનું પાણી પાક. જતુ રોકવામાં આવશે

તેમણે જણાવ્યું છે કે આ સંબંધમાં ઘણા ફિઝિકલ ટેક્નિકલ સ્ટડી રિપોર્ટ આવી ચુક્યા છે અને અનેક રિપોર્ટ આવનારા દિવસોમાં આવનારા છે. તો જમ્મુ કાશ્મીર પ્રશાસન પાસેથી પણ આ મામલે સહમતિ મળી ચુકી છે. કેન્દ્રિય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, “આપણે આવનારા દિવસોમાં નવો ઇતિહાસ રચીશું અને પાકિસ્તાન જનારું ભારતનાં ભાગનું પાણી રોકવામાં સફળ થશું.”

ગંગા દુનિયાની 10 સૌથી સાફ નદીઓમાં સામેલ

તેમણે ‘નમામી ગંગા’ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરતા જણાવ્યું કે આજે ગંગા દુનિયાની સૌથી ટૉપ 10 સાફ નદીઓમાં સામેલ થઈ ચુકી છે. આ આપણા માટે ઘણા જ ગૌરવની વાત છે.” મોદી સરકાર સિંધુ જળ કરાર અંતર્ગત આવનારી રાવી, બ્યાસ અને સતલજ નદીઓનાં પાણીને ડાયવર્ટ કરીને યમુનામાં લાવવાનાં પ્લાનિંગમાં છે. ભારતનાં આ પગલાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.

કલમ 370 હટ્યા બાદ ભારત-પાક. વચ્ચે વધ્યો તણાવ

આ પહેલા જ્યારે ભારતે પાકિસ્તાન જનારી નદીઓનાં પાણીને રોકવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો, તો પાકિસ્તાન લાલચોળ થઈ ગયું હતુ. પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો. ભારત એ સમયે પાકિસ્તાન જનારી નદીઓનું પાણી રોકવાના કાર્યને આખરી ઓપ આપવા જઇ રહ્યું છે જ્યારે પાકિસ્તાન અને ભારતની વચ્ચે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઇને તણાવ છે. આને લઇને પાકિસ્તાન સતત સીમા પર ફાયરિંગ કરી રહ્યું છે. જો કે તેને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાને કાશ્મીર મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ત્યાં પણ તેને અસફળતા મળી છે.

આ વિડીયો પણ જુઓ: પશ્ચિમ બંગાળમાં PM મોદીનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન