NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભારત જોડાશે નહીં તો ચીનના વધતા પ્રભાવને જોતો જ રહી જશે : ચીન

ભારત જોડાશે નહીં તો ચીનના વધતા પ્રભાવને જોતો જ રહી જશે : ચીન

 | 2:11 am IST

બેઇજિંગ :

ચીને પોતાના સરકારી મીડિયા દ્વારા વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ પર ભારતે વધુ વ્યહવારુ વલણ રાખવાની જરૂરત છે, જે ભારતને લાભકારી બની રહેશે એમ કહીને જો ભારત એવું વલણ નહીં અપનાવે તો ચીનના વધતા જતાં પ્રભાવને જોતું જ રહી જશે એવું કહ્યું છે.

યાદ રહે કે ચીન આ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ દ્વારા યુરોપ સુધીનો રસ્તો બનાવવા ઇચ્છે છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે તેના હેવાલમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટને દુનિયાભરમાંથી ખૂબ જ ટેકો મળી રહ્યો છે. કેટલાય દેશોને લાગે છે કે આ પ્રોજેક્ટથી અર્થતંત્રનો વિકાસ થઇ શકશે. ભારત આ પ્રોજેક્ટથી અલગ રહેશે તો તે ચીનના વૈશ્વિક સ્તરે વધતા જતાં પ્રભાવને જોતો જ રહી જશે.

ઓબીઓઆર પ્રોજેક્ટ શું છે ?

આ પ્રોજેક્ટ ચીનના પ્રમુખ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટથી ચીન પડોશી દેશો ઉપરાંત યુરોપ સાથે પણ રસ્તા માર્ગે જોડાશે. આ રસ્તો ચીનને દુનિયાના બીજા કેટલાય બંદરો સાથે પણ જોડશે. આ પ્રોજેક્ટથી ચીનને તુર્કી સાથે જોડવા સુધીની દરખાસ્ત છે. આ માર્ગ રશિયા, ઇરાન અને ઇરાકમાંથી પસાર થશે. બીજો માર્ગ દક્ષિણ ચીન સમુદ્ર દ્વારા ઇન્ડોનેશિયા, બંગાળની ખાડી, શ્રીલંકા, પાકિસ્તાન, ઓમાન થઇને ઇરાક સુધી જશે. પાકિસ્તાન સાથેનો ઇકોનોમિક કોરિડોર પણ આ જ પ્રોજેક્ટનો હિસ્સો મનાય છે. ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સામે ભારત વિરોધ કરતું રહ્યું છે. ભારતનો દાવો છે કે આ કોરિડોર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી પસાર થશે, જેથી સુરક્ષા જેવા મામલે અસર પડશે.

1