india will stop buying goods from china
  • Home
  • India
  • જો ભારત આવું કરે તો ચીનને પડી શકે છે રૂપિયા 5,00,000 કરોડનો ફટકો

જો ભારત આવું કરે તો ચીનને પડી શકે છે રૂપિયા 5,00,000 કરોડનો ફટકો

 | 7:02 pm IST

ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનનાં ખુંખાર આતંકી મસૂદ અઝહરને આંરરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનાં ભારત તેમજ અમેરિકા. બ્રિટન અને ફ્રાન્સનાં પ્રસ્તાવ સામે વીટોનો ઉપયોગ કરીને તેની અવળચંડાઈ દેખાડી છે. આતંકીઓનો ખુલ્લેઆમ બચાવ કરવાનાં પગલાથી આખું વિશ્વ ચીન પર ફિટકાર વરસાવી રહ્યું છે. અમેરિકાએ ચીન દ્વારા બચાવવામાં આવતા આતંકીઓને સફાયો કરવા હવે બીજા વિકલ્પો અપનાવવાની ચીનને ખુલ્લેઆમ ધમકી આપી છે.

ભારત અને ચીન વચ્ચે કેટલો વેપાર?
વર્ષ 2017-18માં ભારત અને ચીન વચ્ચે 5,78,000 કરોડનો વેપાર થયો હતો. જેમાં ભારતે ચીનમાં રૂ. 85,994 કરોડની નિકાસ કરી હતી. જ્યારે ચીનમાંથી ભારતે 4,92,000 કરોડની આયાતો કરી હતી. આનો મતલબ એ કે જો ભારત ચીન સાથેનો વેપાર બંધ કરે તો ચીનને આશરે રૂ. 5,00,000 કરોડનું નુકસાન થઈ શકે છે. અહીં મોટો સવાલ એ છે કે શું ભારત ચીન પાસેથી તમામ પ્રકારનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરી શકે તેમ છે? આનો જવાબ એ છે કે તે સંભવ નથી. ભારત આજકાલ તેની તમામ પ્રકારની જરૃરિયાત માટે ચીન પર આધાર રાખે છે જેમાં રમકડાંથી લઈને ટિશ્યુ પેપર, કોફી. ચા અને મસાલા તેમજ ગરમ તેજાનાનો સમાવેશ થાય છે.

ભગવાનની મૂર્તિઓથી લઈને સજાવટનાં ફુલ, બધું જ ચાઈનીઝ
ભારતમાં તહેવારોમાં ઉપયોગમાં લેવાતી ભગવાનની મૂર્તિઓ, તેમજ સજાવટ માટેની મૂર્તિઓ અને ફુલથી લઈને હોળી પર ઉપયોગમાં લેવાતા રંગ અને પિચકારીઓ જેવા ઉત્પાદનો આપણે ચીનથી આયાત કરીએ છીએ. ચીનને આ વેપારમાં મોટું નુકસાન થઈ શકે છે અને તેની નિકાસો ઘટી શકે છે. ભારત હાલ ચીન પાસેથી 97 પ્રકારની પ્રોડક્ટની આયાત કરે છે. આથી ચીનની ચીજોનો બોયકોટ કરીએ તો ચીનને તો નુકસાન થાય પણ ભારતમાં બજારો પર તેની માઠી અસર પડી શકે છે.

ચાલબાજ ચીનનું નાક દબાવવાના ઉપાય કયા કયા
ભારતનાં નિષ્ણાતો કહે છે કે જો ચીન સાથેનો વેપાર બંધ ન કરી શકાય તો ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવું જોઈએ. સુરક્ષા નિષ્ણાત પી કે સહગલનું કહેવું છે કે ચીનનાં આતંક અંગેનાં બેવડા કાટલા જગજાહેર થઈ ગયા છે. ચીન ભારતની સંવેદનશીલતા અને વૈશ્વિક સમુદાયની પરવા કરતું નથી. ભારત પાસે હવે જૈશ અને તેના આતંકીઓ સામે તેની રીતે કાર્યવાહી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

ચાઈનીઝ ચીજોનાં ઉપયોગથી છુટકારો મેળવવાનું મુશ્કેલ
ભારતીયો દ્વારા દરરોજ અનેક પ્રકારની ચાઈનીઝ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત સાથે ચીનનો ર્વાિષક વેપાર આશરે ૫૫ અબજ ડોલરનો છે. ભારતમાં મોટાભાગની ચીજો એવી છે કે જેનું ઉત્પાદન અને વેચાણ ચીનની કંપનીઓ દ્વારા કરાય છે. કેટલીક ચીજો સીધેસીધી ચીનથી આયાત થાય છે. આમ ચીનની ચીજોનો બહિષ્કાર કરવામાં આવે તો ભારતીયોનાં જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. દરરોજ ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજોમાંથી 80 ટકા ચીજો ચીનની બનાવટની હોય છે જેની ક્યાં તો ચીનથી આયાત કરાય છે અથવા તો ભારતીય કંપનીઓ તેનું વેચાણ કરે છે.

ચીનની કઈ કઈ પ્રોડક્ટનો ભારતમાં ઉપયોગ
મોબાઈલ ફોન, લેપટોપ, ડેસ્કટોપ, સ્ટેશનરીનો સામાન, બેટરીઓ, બાળકોનાં રમકડાં, ફુટપાથ પર વેચાતો સસ્તો સામાન, બલુન્સ કે ફુગ્ગા, ચાકુ અને બ્લેડ, કેલક્યુલેટર, ચિપ્સનાં પેકેટ્સ બનાવતી મશીન, છત્રીઓ, રેન કોટ, પ્લાસ્ટિકમાંથી બનેલો સામાન, ટેલીવીઝન, ફ્રીઝ, AC,વોશિંગ મશીન, પંખા, કારમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્પેરપાર્ટસ, રમતગમતનાં સાધનો, રસોડામાં ઉપયોગમાં લેવાતો સામાન, મચ્છર મારવાનાં રેકેટ, દૂરબીન, મોબાઈલ ફોનની એસેસરીઝ, હેવી ડયુટી મશીનરી, કેમિકલ્સ, આયર્ન ઓર અને સ્ટીલ, ખાતર, ચશ્માની ફ્રેમ અને લેન્સ, ડોલ અને લાકડાનું ર્ફિનચર ( સોફા, બેડ, ડાઈનિંગ ટેબલ), સુરક્ષાને લગતી કેટલીક ચીજો, વીજળીનો સામાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન