India Will Take On To New Zealand In Practice Match
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ: આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ભારત, બેટિંગમાં થઇ શકે છે પ્રયોગ

વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ: આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ભારત, બેટિંગમાં થઇ શકે છે પ્રયોગ

 | 6:56 pm IST

આઈસીસી વિશ્વ કપ 2019ની ટૂર્નામેન્ટની પહેલા પ્રેક્ટિસ મેચોનો દોર શરૂ થઈ ગયો છે. વિશ્વ કપ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા આવતી કાલે 25 મેનાં રોજ પોતાની પહેલી અભ્યાસ મેચ રમશે. ભારત ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચમાં ટકરાશે. આ પ્રેક્ટિસ મેચમાં બંને ટીમનાં ખેલાડીઓ ફક્ત પરિસ્થિતિ અનુસાર ઢળવા જ નહીં હોય. એ વાતની સંભાવના વધારે છે કે બંને ટીમો પોતાના નબળા પક્ષને આ મેચમાં મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.

મેચમાં આ પ્રયત્નો કરશે ભારત

ભારતીય ટીમે હજુ બેટિંગ ઑર્ડરમાં ચોથા નંબરની મુંઝવણને દૂર કરવાની છે. કિંગ્સ્ટન ઑવલમાં થનારી મેચમાં ટીમ પોતાની મજબૂત બૉલિંગમાં પ્રયોગની જગ્યાએ લોકેશ રાહુલ અને વિજય શંકર પર ધ્યાન આપશે જે ચોથા નંબરનાં દાવેદારોમાં સામેલ છે. તો ન્યૂઝીલેન્ડ સહિત તમામ વિરોધી ટીમોની નજર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ટકેલી છે જે વન ડે ઉપરાંત ટેસ્ટમાં પણ પહેલા નંબરે છે. બંને ટીમો પોતાના બૉલિંગ આક્રમણને પણ ધારદાર બનાવવા ઇચ્છશે.

કોહલીની ટીમનાં ઇરાદાઓ ‘વિરાટ’

વિરાટ કોહલીની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ટૂર્નામેન્ટમાં એક વધુ પુરસ્કાર જીતવાનાં ઇરાદાથી અહીં પહોંચી છે. ભારતે 1983 અને 2011 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. વન ડે રેન્કિંગમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ બાદ બીજા ક્રમે છે અને તે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા સાથે વર્લ્ડ કપ જીતવાની દાવેદાર છે. ભારત 5 જૂનનાં સાઉથમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

મજબૂત છે ટીમ ઇન્ડિયાની બેટિંગ

ઑપનિંગ બેટ્સમેનનાં રૂપે રોહિત શર્મા અને શિખર ધવન બાદ ત્રીજા નંબરે વિરાટ કોહલીની હાજરીથી ભારતીય ટીપનો ટૉપ ઑર્ડર દુનિયાનો સૌથી મજબૂત છે. અનુભવી મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવ ટીમની બેટિંગ લાઇન અપને વધારે મજબૂત બનાવે છે.

ભારતીય બૉલર્સ પર હશે નજર

ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ પણ મજબૂત જોવા મળી રહ્યું છે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર ભારતીય ઝડપી આક્રમણને ધારધાર બનાવે છે. જસપ્રિત બુમરાહ આઈસીસી વન ડે રેન્કિંગમાં પહેલા નંબરે છે. સ્પિનર્સમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની હાજરથી ટીમને વિવિધતા મળશે અને વર્લ્ડ કપમાં તે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ જરૂરી સમયે વિકેટો અપાવી શકે તેવી બૉલિંગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન