India win the second test match against South Africa
  • Home
  • Sports
  • Cricket
  • પુણે ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત, દ.આફ્રિકાને એક ઇનિંગ્સ અને 137 રને રગદોળ્યું

પુણે ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત, દ.આફ્રિકાને એક ઇનિંગ્સ અને 137 રને રગદોળ્યું

 | 3:33 pm IST

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પુણેમાં રમાઈ રહેલી બીજા ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 137 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 3 ટેસ્ટ મેચની આ સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી છે. આ સાથે જ ભારતે આ ટેસ્ટ સિરીઝ પણ પોતાના નામે કરી છે અને ફ્રીડમ ટ્રોફી પર કબજો કર્યો છે.

પહેલી બેટિંગ અને કેપ્ટન કોહલીની બેવડી સદી:

પુણે ટેસ્ટ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે(108) શાનદાર સદી ફટકારી જ્યારે કેપ્ટન કોહલીએ(257*) પણ જબરદસ્ત બેટિંગ કરીને બેવડી સદી ફટકારી હતી. ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જબરદસ્ત 91 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા(58) અને અજિંક્ય રહાણે(59) એ અડધી સદી ફટકારી હતી. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે ભારતે મહેમાન ટીમ સાઉથ આફ્રિકાને જીત માટે 602 રનનો લક્ષ્ય આપ્યો હતો.

દ.આફ્રિકા માત્ર 257 રનમાં ઓલઆઉટ:

જેના જવાબમાં મેદાન પર ઉતરેલી દક્ષિણ આફ્રિકા ટીમની શરૂઆત સારી રહી નહોતી અને આખી ટીમ માત્ર 275 રન બનાવીને ઓલઆઉટ થઈ છે. દ.આફ્રિકાની પહેલી ઇનિંગ્સમાં થૂનિસ ડી બ્રૂયને 30 રન, કેપ્ટન ફાફ ડૂ પ્લેસીએ અડધી સદી ફટકારીને 64 રન, ક્વિન્ટન દ કોક 31 રન, કેશવ મહારાજે શાનદાર બેટિંગ કરી 72 રન અને વર્નોન ફિલાન્ડર 44* રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ પણ ખેલાડી સારો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

ભારતીય બોલિંગની વાત કરીએ તો ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી. ઉમેશે 3 જ્યારે અશ્વિને 4 વિકેટ ઝડપ્યા. આ સિવાય રવિન્દ્ર જાડેજા 1 અને મોહમ્મદ શામીએ 2 વિકેટ પોતાના નામે કર્યા. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ્સની શરૂઆત થઈ. જેમાં ઓપનર બેટ્સમેન એડન માર્કરામ ફરી ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો. જ્યારે ડીન એલ્ગરે 48 રન બનાવ્યા હતા. થૂનિસ ડી બ્રૂયન 8, કેપ્ટન ફાફ ડૂ પ્લેસી માત્ર 5, ટેંબા બાવુમા 38 રન, ક્વિન્ટન દ કોક 5 રન, સેનુરન મુથુસામી-9 રન, વર્નોન ફિલાન્ડર 37, કેશવ મહારાજ 22 અને કેગિસો રબાડા 4 રન બનાવી આઉટ થયા. 

 ભારતની અટેકિંગ બોલિંગ:

ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધા. જ્યારે રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ જ્યારે મોહમ્મદ શામી અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ પોતાના નામે કર્યા. સિરીઝની અંતિમ મેચ હવે 19 ઓક્ટોબરે રાંચી ખાતે રમાશે.

આ વીડિયો પણ જુઓ: મોરબીમાં પોલીસ કર્મીઓ માટે ગરબાનું કરાયું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન