india-wins-election-to-un-human-rights-councilindia-wins-election-to-un
  • Home
  • Featured
  • યુનાઇટેડ નેશન્સમાં ભારતનો ઐતિહાસિક વિજય, દુનિયાભરમાં વાગ્યો ભારતનો ડંકો

યુનાઇટેડ નેશન્સમાં ભારતનો ઐતિહાસિક વિજય, દુનિયાભરમાં વાગ્યો ભારતનો ડંકો

 | 1:44 am IST

સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારતએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભારતને સંયુકત રાષ્ટ્રમાં સમાવેશ બધા દેશોથી વધુ મત મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યોની મહાસભામાં નવા સભ્યો માટે શુક્રવારે ગુપ્ત મતદાન દ્વારા વોટિંગ થઈ હતી. જેમાં ભારતને બધા દેશોથી વધુ મત મળ્યા. પરિષદમાં સમાવેશ થવા માટે કોઈ પણ દેશને ઓછામાં ઓછા 97 મતની જરૂર હોય છે.

ભારતની જીત પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત સૈયદ અકબરુદ્દીનએ ટ્વીટ કરી કે, ‘મતદાનનું પરિણામ રસપ્રદ રહ્યું. સમર્થન આપવા બદલ યુએનના બધા મિત્રોને આભાર, ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં સૌથી વધુ મત મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે’.

સૈયદ અકબરુદ્દીને કહ્યું, ‘આ પુરાવો આપે છે કે દુનિયામાં ભારત માટે મોટું સન્માન છે. 18 ઉમેદવારો સામે આપણને સૌથી વધુ મત મળ્યા છે. અમે સંયુક્ત રાષ્ટ્રોમાં સમર્થન આપવા બદલ બધા મિત્રોને આભારી છીએ. દુનિયામાં માનવ અધિકારોના રક્ષણ માટે સંતુલિત રીતે કામ કરીશું’.

એશિયા-પેસિફિક પ્રદેશમાંથી માનવઅધિકાર કાઉન્સિલમાં પાંચ બેઠકો છે. તે બેઠકોમા ભારત સિવાય  ફિલિપાઇન્સ, બહેરિન, ફિજી અને બાંગ્લાદેશ જેવા દેશોએ પોતાનું નામાંકન કર્યુ હતુ

આ નવા સભ્યોનો સમયગાળો જાન્યુઆરી 2019 થી શરૂ થશે અને આગામી ત્રણ વર્ષ સુધી રહેશે. ભારત આ પહેલા પણ બે વાર હ્યુમનરાઇટ્સ કાઉન્સિલનો સભ્ય રહ્યો છે