ભારત સાથે યુદ્ધ માટે પાક. સેના તૈયાર છે : નવાઝ શરીફ - Sandesh
  • Home
  • World
  • ભારત સાથે યુદ્ધ માટે પાક. સેના તૈયાર છે : નવાઝ શરીફ

ભારત સાથે યુદ્ધ માટે પાક. સેના તૈયાર છે : નવાઝ શરીફ

 | 5:01 am IST

ઈસ્લામાબાદ, તા. ૪

ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ આઘાતમાં સરી પડેલા પાકિસ્તાની નેતાઓ અને વડાપ્રધાન હજી પણ શેખી છોડતા નથી. મંગળવારે પાકિસ્તાનમાં યોજાયેલી નેશનલ સિક્યોરિટીની મિટિંગમાં વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની જાતને સક્ષમ જાહેર કરવા હવાતિયાં માર્યા હતા. તેમણે પોતાના ડઘાઈ ગયેલી સેના અને પ્રજામાં જુસ્સો ભરવા વામણા પ્રયાસ કર્યા હોય તેમ જણાતું હતું. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ માટે સજ્જ છે. નવાઝ શરીફે વધુમાં જણાવ્યું કે, માત્ર પાકિસ્તાની સેના જ નહીં, દરેક પાકિસ્તાની યુદ્ધ માટે તૈયાર છે. પાકિસ્તાનના નાગરિકો તેમના જવાનોને દરેક મોરચે મદદ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાની સેના કોઈપણ પ્રકારના ખતરા અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે સજ્જ છે.

બીજી તરફ પાકિસ્તાની સેનાના વડા રાહિલ શરીફ પણ સેનાના મથકની મુલાકાત લીધી હતી. તેમણે સેનાની તૈયારીઓની માહિતી મેળવી હતી અને સજ્જ રહેવાના આદેશ આપ્યા હતા. આ પહેલાં શરીફે સોમવારે ઓલપાર્ટી મીટ રાખી હતી જેમાં  તેમણે કાશ્મીર અને ભારત સાથેની તંગદિલીની ચર્ચા કરી હતી. આ મિટિંગ દરમિયાન વિપક્ષના નેતા ઈમારન ખાને ભારત વિરોધી દરેક કામગીરીમાં સરકારને પોતાની સમર્થન જારી કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન