World Cup 2019: Rishabh Pant misses out on wicket-keeping skills: Prasad
  • Home
  • Sports
  • Cricket
  • ખુદ BCCI એ કહ્યું કે….એટલે ઋષભ પંતની વર્લ્ડ કપમાં ટિકિટ કપાઇ

ખુદ BCCI એ કહ્યું કે….એટલે ઋષભ પંતની વર્લ્ડ કપમાં ટિકિટ કપાઇ

 | 8:36 am IST

વનડે ક્રિકેટમાં ધોનીનો વારસ મનાતા ઋષભ પંત પોતાની નાનકડી પરંતુ પ્રભાવિત કેરિયર દરમ્યાન કેટલીય તક ચૂકયો છે અને તેને સૌથી મોટો ઝાટકો BCCIની સિલેકશન કમિટીએ સોમવારના રોજ આપ્યો જેને ઇંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં તેની ઉપર દિનેશ કાર્તિકને રાખ્યો.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટરકીપ પંતનો દાવો મજબૂત હતો પરંતુ તેને વર્લ્ડ કપમાં સામેલ કરાયો નહીં. હાલ IPL-12માં પંતનું પ્રદર્શન કાર્તિકની સરખામણીમાં લખાય છે ત્યાં સુધી શ્રેષ્ઠ રહ્યું છે. એવામાં પંતની પસંદગી ના થઇ તે અચંબાજનક છે.

પંત અત્યાર સુધીમાં આઇપીએલમાં 245 રન બનાવી ચૂકયો છે જ્યારે કાર્તિક એ 111 રન બનાવ્યા છે. આપને જણાવી દઇએ કે પંતને ઇંગ્લેડનમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં સ્ટેન્ડબાય રખાયો હતો અને BCCIની સિલેક્ટિંગ કમિટીના ચેરમેન એમએસકે પ્રસાદના મતે પંતે ટીમમાં લગભગ જગ્યા બનાવી લીધી હતી.

બીસીસીઆઈ અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યું કે ચોક્કસ આ કેસ પર તેમણે વિસ્તૃત ચર્ચા કરી. સંયુકત પણે અમે મહેસૂસ કર્યું કે ડીકે (દિનેશ કાર્તિક) કે પંતને અંતિમ અગિયારમાં ત્યારે તક મળશે, જ્યારે માહી (મહેન્દ્ર સિંહ ધોની) ઘાયલ થશે. આ સ્થિતિમાં જો આ મહત્વપૂર્ણ મેચ હશે તો, ક્વાર્ટર ફાઇનલ કે સેમીફાઇનલ, તો તેમાં વિકેટકીપિંગ પણ અગત્યતા ધરાવે છે.

પ્રસાદના આ નિવેદન પરથી ખબર પડી કે પસંદગી સમિતિ ઋષભ પંતની વિકેટકીપિંગ અંગે શું વિચારે છે. ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પ્રસાદે કહ્યું કે માત્ર આ એક જ કારણ છે કે અમે દિનેશ કાર્તિકને પસંદ કર્યો નહીં તો પંત એ ટીમમાં લગભગ જગ્યા બનાવી લીધી હતી અને તે દુર્ભાગ્યશાળી રહ્યું કે ટીમે તેની પસંદગી કરી નહીં. પંતમાં ઘણી ટેલેન્ટ છે.

આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાંથી રમતા આક્રમક બેટસમેન પંત પોતાની બેટિંગથી કોઇપણ બોલર્સને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. આની પહેલાં કેટલાંય મોકા પર તેણે આ વાતને પોતાની રમતથી સાબિત કરી છે. તેણે ઢાકામાં 2016મા અંડર 19 વર્લ્ડ કપમાં પોતાના મોટો શોટથી રમવાની ક્ષમતાનો નજારો રજૂ કર્યો અને 12 મહિના બાદ ઇંગ્લેન્ડની વિરૂદ્ધ ટી-20ની સાથે ભારત માટે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું.

હાલ તો પંત ઇંગ્લેન્ડ ટુર પર રમાનાર મેચમાં ટીમ ઇન્ડિયામાં સામેલ ના થતા તેના ફૈન્સ ઘણા નિરાશ થયા છે. બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવાની સાથે જ સોશિયલ મીડિયા પર પંતના પક્ષમાં દિગ્ગજ ખેલાડીઓ સહિત તેમના ફેન્સે પ્રશ્નો કરવાનું શરૂ કરી દીધું. દિગ્ગજ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ પંતના ના પસંદ કરતા હેરાની વ્યકત કરી છે.

આ વીડિયો પણ જુઓ: વિશ્વકપ 2019 માટે થયું ભારતીય ટીમનુ એલાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન