india written on pakistan jersey T20 World Cup 2021
  • Home
  • Sports
  • Cricket
  • આખી દુનિયા સામે શેખી મારતી પાકિસ્તાન ટીમની હવા નીકળી ગઇ

આખી દુનિયા સામે શેખી મારતી પાકિસ્તાન ટીમની હવા નીકળી ગઇ

 | 5:05 pm IST
  • Share

  • પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી પર ભારતનું નામ
  • PCBએ ICCના નિયમનું પાલન કર્યું
  • ટી-20 વર્લ્ડકપની યજમાની ભારત કરી રહ્યું છે

પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ-2021માં ઇન્ડિયા લખેલ જર્સી પહેરીને રમતા જોવા મળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ પેજ પર બાબર આઝમની એક તસવીર શેર કરી છે, જે ટી-20 વર્લ્ડકપની જર્સીમાં નજર આવી રહ્યો છે. જર્સી પર ડાબી બાજુ ICC MEN’s T20 World Cup India 2021 લખેલુ છે. આ પહેલા એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેને લઇ ઘણી બબાલ થઇ હતી.

ખરેખર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નિયમો અનુસાર, ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોએ પોતાની જર્સી પર ડાબી બાજુ મેજબાન ટીમનું નામ લખવાનું રહે છે. જે તસવીર વાયરલ થઇ હતી, તેના પર ICC MEN’s T20 World Cup UAE 2021 લખેલું હતું. જોકે હવે જ્યારે પીસીબી એ ઓફિશિયલ જર્સીની તસવીર ટ્વીટ કરી છે તો આખો મામલો સ્પષ્ટ થઇ ગયો છે.

ભારતમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ટૂર્નામેન્ટની મેજબાની યૂએઇ અને ઓમાન સંયુક્ત રૂપે કરી રહ્યા છે. વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરે થશે. ઉદ્ઘાટન મેચમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) સાથે જ્યારે બાંગ્લાદેશનો મુકાબલો સ્કોટલેન્ડ સાથે થશે. ગ્રુપ-2ની શરૂઆત ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરથી થશે.

આ દરમિયાન મેચને લઇ ભારત અને પાકિસ્તાન બંને ટીમના પ્રશંસકોમાં રોમાંચ ચરમસીમાએ છે. બંને પ્રતિદ્વંદ્વી ટીમો વચ્ચે ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં અત્યાર સુધી 5 મુકાબલામાં ભારતે જીત મેળવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો