Indian air force day 89th anniversary pm narendra modi tweet
  • Home
  • Featured
  • આજે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, 1971ના વીરોને શ્રદ્ધાંજલિ

આજે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, 1971ના વીરોને શ્રદ્ધાંજલિ

 | 9:58 am IST
  • Share

  • આજે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ

  • ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હિન્ડન એરફોર્સ સ્ટેશન પર કાર્યક્રમની ઉજવણી

  • સેનાના ત્રણેય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત

ભારતીય વાયુસેના (Indian Air Force) આજે તેનો 89મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હિન્ડન એરફોર્સ સ્ટેશન (Hindon Air Force Station) પર વીર જવાનોને યાદ કરવાથી લઈને હવામાં બહાદુરી સુધી ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ દરમિયાન ભારતીય સેનાના ત્રણેય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં ચીફ ઓફ એર સ્ટાફ પણ હાજર રહ્યા છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનની સરહદ પર લશ્કરનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર અને લદ્દાખમાં ચીનના પડકારોનો સામનો કરનાર ત્રણ એકમોને પણ સન્માનિત કરવામાં આવ્યા.

ભારતીય વાયુસેનાએ માહિતી આપી છે કે 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈક પછી, 47 સ્ક્વોડ્રન સહિત ત્રણ એકમોને પાકિસ્તાનની સરહદે લદ્દાખમાં અને એપ્રિલ-મેથી ચીનની સામે ઉંચાઈ પર કામગીરી માટે પ્રશંસાપત્ર આપવામાં આવશે. સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

IAF એ કહ્યું કે ALH રુદ્ર સશસ્ત્ર ચોપર્સથી સજ્જ 116 હેલિકોપ્ટર યુનિટને બાલાકોટ હવાઈ હુમલા બાદ ધીમી ગતિએ ચાલતા વિમાનો સામે કામગીરી કરવા અને ગલવાન અથડામણ બાદ ઉત્તરીય સરહદ પર અગ્રીમ મોરચે તૈનાત કરવા બદલ સન્માનિત કરવામાં આવશે. IAF એ કહ્યું કે OSA-AK-M થી સજ્જ 2255 સ્ક્વોડ્રોન કાશ્મીરમાં લદ્દાખ સેક્ટરમાં હવાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થિત છે. જૂન 2020માં ગલવાન સ્ટેન્ડ ઓફ બાદ લદ્દાખમાં સ્ક્વોડ્રનને સજ્જ રાખવામાં આવ્યું હતું.

આ ખાસ પ્રસંગે 1971ના યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતુ અને ત્યારબાદ બાંગ્લાદેશનો જન્મ થયો. આજનો દિવસ ભારત માટે યાદગાર દિવસ કહી શકાય.

વાયુસેનાને અભિનંદન આપતા PM મોદીએ ટ્વીટ કર્યું, ભારતીય વાયુસેના હિંમત, ખંત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે. તેમણે પોતાની માનવતાવાદી ભાવના દ્વારા અને પડકારો દરમિયાન દેશને સુરક્ષીત રાખ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું, ‘એરફોર્સ ડે પર હવાઈ યોદ્ધાઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. રાષ્ટ્રને ભારતીય વાયુસેના પર ગર્વ છે જેણે શાંતિ અને યુદ્ધ દરમિયાન તેની ક્ષમતાને સાબિત કરી છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો