Indian Air Force MiG 27 crashes near Rajasthan's Jodhpur
  • Home
  • Featured
  • રાજસ્થાન: જોધપુરમાં એરફોર્સનું વિમાન MIG-27 બળીને ખાખ, પાયલોટનું શું થયું?

રાજસ્થાન: જોધપુરમાં એરફોર્સનું વિમાન MIG-27 બળીને ખાખ, પાયલોટનું શું થયું?

 | 10:11 am IST

રાજસ્થાનના જોધપુરના બાહરી વિસ્તારમાં એરફોર્સનું વિમાન મિગ 27 દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે એરફોર્સનું લડાકુ વિમાન સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયું. આ સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી છે.

https://twitter.com/ANI/status/1036836999716433921

મંગળવારે સવારે જોધપુરના દેવળિયા ગામની પાસે લડાકુ વિમાન મિગ 27 ક્રેશ થઇ ગયું. જોરદાર ધડાકા સાથે લડાકુ વિમાન જમીન પર તૂટ્યું અને બળીને ખાક થઇ ગયું. ત્યારે સ્થળ પર સેનાના જવાન પણ પહોંચી ચૂકયા છે. આ અકસ્માતમાં પાયલટ સુરક્ષિત છે તેમ જણાવ્યું છે.

મિગ વિમાનોની દુર્ઘટના સમાચાર વારંવાર આવી રહ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મિગ-21 ફાટર જેટ ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માતમાં પાયલટનું મોત થયું હતું.