72 કલાક, 5000 ઉડાન: વાયુસેનાએ ચીનથી પાકિસ્તાન સરહદ સુધી દેખાડ્યું દમ - Sandesh
  • Home
  • India
  • 72 કલાક, 5000 ઉડાન: વાયુસેનાએ ચીનથી પાકિસ્તાન સરહદ સુધી દેખાડ્યું દમ

72 કલાક, 5000 ઉડાન: વાયુસેનાએ ચીનથી પાકિસ્તાન સરહદ સુધી દેખાડ્યું દમ

 | 8:41 am IST

પશ્ચિમ સરહદ પર પાકિસ્તાનની સાથે એર કૉમ્બેટ ઑપરેશન્સમાં વૃદ્ધિની વચ્ચે છેલ્લાં 72 કલાકમાં જયાં ભારતના ફાઇટર જેટ્સે પાંચ હજાર ઉડાનો ભરી, ત્યાં હવે વાયુ સેનાએ ફાઇટર જેટ્સને પૂર્વ સરહદો પર મોકલવાનું શરૂ કરી દીધું છે. વાયુસેનાએ ફરી એકવખત લદ્દાખથી ચીન સરહદ પર અરૂણાચલ પ્રદેશમાં તાકત વધારી રહ્યું છે. જો કે આ વાયુસેનાની ‘ગગનશક્તિ’ અભ્યાસનો એક ભાગ છે.

આપને જણાવી દઇએ કે ભારત બંને બાજુથી વિદેશી સરહદ પર પોતાની સૈન્ય શક્તિમાં સંતુલન બનાવી રાખવાની કોશિષ કરી રહ્યું છે. સરહદ પર સૌથી ખરાબ સ્થિતિ ટુ-ફ્રન્ટ વૉરની સ્થિતિમાં બની શકે છે, જ્યારે સેનાને પશ્ચિમી કે પછી પૂર્વ સરહદ પર મોકલવાના થશે. તેમ છતાંય ભારતીય વાયુ સેનાની સંપૂર્ણ વૉર મશીનરી પેન ઇન્ડિયા એક્સરસાઇઝ ‘ગગન શક્તિ’માં લાગેલી છે.

પહેલી વખત મહિલા પાયલટ
છેલ્લાં એક સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધાભ્યાસ 22 એપ્રિલ સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસમાં પહેલી વખત મહિલા ફાઇટર પાયલટ ભાગ લઇ રહી છે. યુદ્ધાભ્યાસ દરમ્યાન સ્વદેશી લડાકુ વિમાન તેજસની પૂરી સ્કવાડ્રન પોતાની તાકત દેખાડી રહ્યું છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘આ 1986-87ના ઑપરેશન બ્રાસસ્ટેક્સ કે 2001-2002મા ઑપરેશન પરાક્રમ બાદ થયેલ સૌથી મોટો અભ્યાસ છે. જ્યારે ભારત લગભગ સંસદ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાનની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયું હતું.’ પાકિસ્તાન અને ચીન સરહદ પર સંભવિત ખતરાથી છુટકારો મેળવવા માટે કમ સે કમ 42 ફાઇટર સ્કવાડ્રોન્સની જરૂરિયાત છે. પરંતુ હજુ આ બેડામાં માત્ર 31 થયા બદ પણ વાયુ સેના આ એક્સરસાઇઝની મદદથી પોતાને તૈયાર કરી રહ્યાં છે.

વધારાઇ સેવક્ષમતા
સરહદ પર 1150 સૈનિકો, વિમાનો, હેલિકોપ્ટર, અને ડ્રોન્સની સાથો સાથ સેંકડો એર-ડિફન્સ મિસાઇલ, રડાર, નજર રાખવા માટે અને બીજા એકમો હાઇ-વોલ્ટેજ અભ્યાસ માટે તૈનાત કરાયા છે. આ એક્સરસાઇઝ આર્મી અને નૌસેનાની સક્રિય ભાગીદારીની સાથે થઇ રહ્યું છે. ભારતીય વાયુ સેનાએ જરૂરિયાત પડવા પર 83% સેવાક્ષમતા (કોઇપણ સમયે વિમાનની સંખ્યાના સંચાલનની ઉપલબ્ધતા)ને પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થિત રીતે કામ કર્યું છે, ત્યાં હિન્દુસ્તાન એરોનોટિક્સ અને બેસ રિપેર ડિપો જેવા રક્ષા સાર્વજનિક ઉપક્રમોની સાથો-સાથ શાંત સમયમાં 55%થી 60% સેવાક્ષમતા પ્રાપ્ત કરાઇ છે.

નૉનસ્ટોપ મિશન પર જોર
ગગનશક્તિ, સંક્ષેપમાં, આધુનિક લડાઇઓમાં વાયુસેનાની શ્રેષ્ઠતા અને લચીલાપણના ઉપયોગની વ્યવસ્થા છે. સુખોઇ-30 એમકેઆઇમાં ઇંધણ ભર્યા વગર 1500 કિલોમીટરનો એક રાઉન્ડ પૂરો કરી શકે છે. ઉદાહરણ તરીકે એટલે સુધ્ધાં કે પૂર્વ તટીય એરબેસથી પશ્ચિમી તટ એરબેસનું અંતર પણ કવર કરી શકે છે. આમ આપદાની સ્થિતિમાં કોઇપણ અડચણ વગર મિશન નૉનસ્ટોપ ચલાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન