ભારતીય અમેરિકન એટર્નીને ન્યૂ જર્સી બાર એસોસિયેશનમાં કરવામાં આવ્યા સામેલ - Sandesh
  • Home
  • Nri
  • ભારતીય અમેરિકન એટર્નીને ન્યૂ જર્સી બાર એસોસિયેશનમાં કરવામાં આવ્યા સામેલ

ભારતીય અમેરિકન એટર્નીને ન્યૂ જર્સી બાર એસોસિયેશનમાં કરવામાં આવ્યા સામેલ

 | 4:35 pm IST

ભારતીય મૂળના અમેરિકન એટર્ની જનરલ પૃથ્વી પટેલએ ન્યૂ જર્સી બાર એસોસિયેશનમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે, મહત્વપૂર્ણ બાબત એ છે કે પટેલ ગેર કાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા. પટેલ ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ અરાઈવલ્સ (ડીએસીએ) હેઠળ પહેલો એવો લાભાર્થી છે જેને ન્યૂ જર્સી બાર એસોસિયેશનમાં સામેલ કરવામાં આવ્યા છે.

ન્યૂ જર્સી અને પેન્સિલ્વેનિયા બંને રાજ્યોની બાર એક્ઝામ પટેલએ 2016માં પાસ કરી હતી. તેમણે ન્યૂ જર્સીના એટર્ની ગુરવીર ગ્રેવાલના પદની શપથ પણ લીધી હતી. ડીએસીએ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબાના સમયની નીતિ છે, જે બાળપણમાં અમેરિકામાં ગેર કાયદેસર રીતે આવ્યા હોય તેવા લોકોને પાછા પોતાના દેશમાં ડિપોર્ટ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જો કે, વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ નીતિ પાછી ખેંચી લીધી છે અને તેમણો આ આદેશ માર્ચથી લાગુ થશે. ડીએસીએ નીતિમાં ફેરફાર કરવાથી હજારો ભારતીય અમેરિકનોને અસર થાય તેવી સંભાવના છે.