Indian-American couple pleads guilty to behalf of phone scammers
  • Home
  • Featured
  • ભારતીય-અમેરિકન દંપતીએ પાંચ લાખ ડોલરના કૌભાંડની કરી કબૂલાત

ભારતીય-અમેરિકન દંપતીએ પાંચ લાખ ડોલરના કૌભાંડની કરી કબૂલાત

 | 10:11 am IST

ભારતીય અમેરિકન દંપતી એ ભારતમાં રહીને ફોનથી છેતરપિંડી કરનારાઓની તરફથી પાંચ લાખ ડોલરથી વધુના કૌભાંડની કબૂલાત કરી છે. યુએસ એટર્ની બી જે બી પૈકે કહ્યું કે કોલ કરનાર શખ્શ પોતાને ફેડરલ એજન્ટ અથવા તકનીકી સહાયક ગણાવતા હતા અને પીડિતોને પૈસા મોકલવાના નિર્દેશ આપતા હતા. તેને દક્ષિણ કેરોલિનામાં રહેતા મેહુલકુમાર મનુભાઇ (36) અને ચૈતાલી દવે 36) દ્વારા નકલી ઓળખ પ્રાપ્ત કરતા હતા.

પૈકે કહ્યું કે “દવે અને પટેલે ભારત સ્થિત ગુનાહિત કૉલ સેન્ટરોએ અમારા સમુદાયના સભ્યોને શિકાર બનાવાનું અને તેમની છેતરપિંડી કરવામાં મદદ કરી હતી.” પટેલે એક સપ્ટેમ્બરના રોજ અમેરિકન જિલ્લા ન્યાયાધીશ એમી ટોટેનબર્ગની સમક્ષ પોતાનો દંડ કબૂલ્યો જ્યારે દવે એ છ ઑક્ટોબરના રોજ પોતાનો ગુનો સ્વીકાકર્યો હતો. ન્યાય વિભાગે કહ્યું કે ભારતમાં આવેલા કૉલર, સંઘીય એજન્ટ બનીને અમેરિકન નાગરિકોને ફોન કરતા હતા અને પીડિતો તેમના સામાજિક સુરક્ષા નંબર પર વિશ્વાસ કરી લેતા હતા.

તેઓ લોકોને ડરાવતા હતા કે જો તેઓ પૈસા નહીં આપે તો તેમની ધરપકડ થઈ શકે છે અથવા તેઓ તેમની સંપત્તિ ગુમાવી શકે છે. ત્યારબાદ તેઓ પીડિતાને પટેલ અને દવે સહિત અન્ય ગેંગ સભ્યોને પૈસા મોકલવાની સૂચના આપી હતી. વિભાગે કહ્યું કે તકનીકી સહાયના નામે પણ ફોન કરનારાઓ છેતરપિંડી કરતા હતા. તેઓએ કથિત રીતે લોકોને કોમ્પ્યુટર માટે તકનીકી સહાયનાં બદલામાં પૈસા મોકલવા કહ્યું હતું, જ્યારે કૉલરે કંઈ કર્યું નહોતું. તેમણે કહ્યું કે ઘણી વખત તો ફોન કરનાર પીડિતાના બેંક ખાતાઓને રિમોટ એક્સેસ (એટલે ​​કે બીજાના કોમ્પ્યુટર અથવા લેપટોપને તેના કોમ્પ્યુટર અથવા લેપટોપ પર ખોલી લેતા) કરવા પર તેમના બેન્ક ખાતા સુધી પહોંચી જતા હતા. મે 2019 થી જાન્યુઆરી 2020ની વચ્ચે, પટેલ અને દવેએ ડઝનેક પીડિતો પાસેથી 500,000 ડોલરનું કૌભાંડ આચર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન