વોશિંગટનના સ્ટોરમાં અજાણ્યા યુવકે કર્યું ફાયરિંગ, એક ભારતીયનું મોત, ગુજરાતી યુવકની હાલત ગંભીર - Sandesh
  • Home
  • Gujarat
  • વોશિંગટનના સ્ટોરમાં અજાણ્યા યુવકે કર્યું ફાયરિંગ, એક ભારતીયનું મોત, ગુજરાતી યુવકની હાલત ગંભીર

વોશિંગટનના સ્ટોરમાં અજાણ્યા યુવકે કર્યું ફાયરિંગ, એક ભારતીયનું મોત, ગુજરાતી યુવકની હાલત ગંભીર

 | 9:31 am IST

વોશિંગ્ટનના જ્યોર્જિયામાં એક એક નિર્ગો યુવકો બે અલગ અલગ સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં પરમજિત સિંહ નામની એક ભારતીય મૂળની વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે પાર્થેય પટેલ નામના ગુજરાતી હાલ ગંભીર હાલતમાં છે. આરોપી યુવકને પકડી લેવાયો છે, પરંતુ તેણે લૂંટના ઈરાદે હત્યા કરી હોય તેવું દેખાયુ નથી. ત્યારે પોલીસ યુવકના અન્ય ઈરાદા અંગે તપાસ કરી રહી છે.

28 વર્ષનો યુવક લામાર રશદ નિકોલસ, જેણે ફાયરિંગ કર્યું

28 વર્ષનો યુવક લામાર રશદ નિકોલસે બર્નેટ ફેરી રોડ પર આવેલા શોપમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પરમજીત સિંઘ પર તેણે ગોળીઓ વરસાવી હતી. જેમાં પરમજીત સિંઘનું મોત થયું હતું. પરમજીત સિંઘ બે બાળકોનો પિતા હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંદૂકધારી આ ફાયરિંગના 10 મિનીટ બાદ ખાણીપીણીના બીજા સ્ટોરમાં ઘૂસ્યો હતો. જ્યાં તેણે સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતા પાર્થેય પટેલ નામના ગુજરાતી યુવક પાસેથી રૂપિયાની લૂંટ કરી હતી, રૂપિયા મળી ગયા બાદ તેણે પાર્થેય પટેલના શરીરમાં ગોળીઓ ધરબી દીધી હતી. પાર્થેય પટેલના ફ્લેયોડ કાઉન્ટી મેડિકલ સેન્ટરમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

હત્યારા નિકોલસને બાદમાં પોલીસે પકડી પાડ્યો છે. તેની ઉપર મર્ડર, રોબરી, હેરાનગતિ તેમ અન્ય બીજા ગંભીર ગુના નોંધાયા છે. પોલીસે આ હુમલા બાદ સીસીટીવી તપાસતા જોયું કે, ગનમેન પહેલા સ્ટોરમાં લૂંટના ઈરાદે આવ્યો ન હતો. તે સામાન્ય રીતે ચાલતો ચાલતો સ્ટોરમાં આવ્યો હતો અને તેણે પરમજીત સિંઘને ગોળી મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન