Indian-American Muslim entrepreneur Nazia Aibani launches gourmet clarified butter
  • Home
  • NRI
  • અમેરિકામાં પણ મુસ્લિમ મહિલાનો ભારતીય પ્રેમ, હોળી પહેલાં કર્યું આ મોટું કામ

અમેરિકામાં પણ મુસ્લિમ મહિલાનો ભારતીય પ્રેમ, હોળી પહેલાં કર્યું આ મોટું કામ

 | 11:37 am IST

ભારતીય મૂળના એક અમેરિકન આંત્રપ્રિન્યોર નાઝિયા એબાનીએ હોળી દરમ્યાન બનતી મીઠાઇ જેમકે ‘મઠ્ઠરી’ અને ‘ઘૂઘરા’માં વધુ એક સ્વાદ જોડીને ‘હોલી ઘી’ લોન્ચ કર્યું. મળતી માહિતી પ્રમાણે મૂળ મુંબઇના રહેવાસી એબાની 2017મા પોતાના દ્વારા સ્થાપિત કરાયેલ ગૌરમીત ઘી કંપનીના માલિક છે.

એબાનીને પૂછવામાં આવ્યું કે ‘હોલી ઘી’ની શરૂઆત કેમ કરી તો તેમણે કહ્યું કે હોલી ઘી એક ખાસ ક્લેરિફાઇડ બટર છે, જેણે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. હાલમં ચાલી રહેલી ઉથલ-પાથલની વચ્ચે મને લાગે છે કે એ દેખાડવું જરૂરી છે કે તમામ ભારતીયોમાં એક વાત સામાન્ય છે અને તે છે ખાવા માટેનો પ્રેમ. સ્વાદ અંગે વાત કરતાં કહ્યું કે રંગોના તહેવાર હોળીથી તેનો સ્વાદ પ્રેરિત છે. અમે ઇંદ્રધનુષી રંગોના સ્પ્રિંક્લ્સનો ઉપયોગ કર્યો છે.

તેમણે કહ્યું કે હું ઇચ્છતી હતી કે આ ઘી ખાસ કરીને બાળકોને પસંદ આવે અને તહેવારના મહત્વને સમજાવે. આ માત્ર એક દિવસનો ઉપયોગ ના બની રહે પરંતુ વર્ષ દરમ્યાન ઉપયોગમાં લેવાય. ઘીનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય છે. તેની એક બરણીની કિંમત 14 થી 18 ડોલરની વચ્ચે છે.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતના પાટણના ગાજર દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન