Indian-American Raja Krishnamoorthi wins Congressional primary in Illinois
  • Home
  • NRI
  • ભારતીય મૂળના કૃષ્ણમૂર્તિએ કરી કમાલ – કોરોનાથી અમેરિકાને બચાવવું તે મારો પ્રથમ લક્ષ્ય

ભારતીય મૂળના કૃષ્ણમૂર્તિએ કરી કમાલ – કોરોનાથી અમેરિકાને બચાવવું તે મારો પ્રથમ લક્ષ્ય

 | 1:43 pm IST

ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ ઈલિનોય પ્રાંતમાંથી ડેમોક્રેટીક પાર્ટીના પ્રાઈમરી ઈલેક્શન જીતી ગયા છે. તેમને 80 ટકા મત મળ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ માટે હવે તેમની ઉમેદવારી લગભગ નક્કી છે. કૃષ્ણમૂર્તિના નજીકના હરીફ વિલિયમ ઓલ્સનને માંડ 13 ટકા મત મળ્યા હતા.

જીત બાદ પોતાના સમર્થકોને મોકલેલા ઈમેલમાં તેમણે કહ્યું છે કે ફરી વખત ચૂંટણી જીતવાના સંજોગોમાં હું તમારા મુદ્દાઓ કોંગ્રેસ (સંસદ)માં ઉઠાવીશ. અત્યારે આપણે કોરોના વાઈરસ સામે લડી રહ્યા છીએ. હું તમને અને સૌ અમેરિકન નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કંઈ પણ કરીશ. આ લક્ષ્ય એ મારી પ્રથમ પ્રાથમિકતા હશે.

પ્રાઈમરીમાં જીત બાદ હવે કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી વખત સંસદીય ચૂંટણી લડશે. દરમિયાન 17 માર્ચના રોજ રિપબ્લિક પાર્ટીની ચૂંટણી કોરોના વાઈરસની સ્થિતિને લીધે રદ્દ કરવામાં આવી છે.

કૃષ્ણમૂર્તિ અમેરિકી સંસદની ઈન્ટેલિજન્સ બાબત પરની કાયમી પસંદગી સમિતિના સભ્ય છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે રજૂ કરવામાં આવેલા મહાભિયોગ સમયે તેમણે પાર્ટીનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હતો. તેને લીધે અમેરિકી સંસદમાં તેમની એક અલગ ઓળખ બની ગઈ હતી.

કૃષ્ણમૂર્તિ બરાક ઓબામાના સલાહકાર રહી ચુક્યા છે

રાજા કૃષ્ણમૂર્તિનો જન્મ 19 જુલાઈ 1973માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓ ત્રણ મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા અમેરિકા જઈ વસવાટ કર્યો હતો. રાજા કૃષ્ણમૂર્તિ 2004 અને 2008ની ચૂંટણીમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ઓબામાના સલાહકાર હતા. કૃષ્ણમૂર્તિ વ્યવસાયિક રીતે વકીલ અને એન્જીનિયર છે. ઈલિનોયમાં ભારતવંશી-અમેરિકી નાગરિકોની વસતી મોટા પ્રમાણમાં છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના વાયરસને લઈ 31 માર્ચ સુધી રેલ સેવા બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન