NIFTY 10,303.15 -47.00  |  SENSEX 33,218.81 +-151.95  |  USD 64.9500 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • ઇન્ડિયન-અમેરિકન વિરલ પટેલે બનાવ્યું ડ્રાયર, ચપટીમાં સૂકાશે કપડાં, વીજળીનો થશે બચાવ

ઇન્ડિયન-અમેરિકન વિરલ પટેલે બનાવ્યું ડ્રાયર, ચપટીમાં સૂકાશે કપડાં, વીજળીનો થશે બચાવ

 | 4:16 pm IST

વિચારો, તમારે કોઇ ખાસ જગ્યાએ તૈયાર થઇને જવું હોય અને વરસાદની સીઝનમાં તમારા નવા કપડાં સૂકાયા નથી તો કેટલો ગુસ્સો આવે છે…પરંતુ હવે ગુસ્સો કરવાની જરૂર નથી કારણ કે હવે અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલ ઓક રિજ નેશનલ લેબોરેટરીના ભારતીય-અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએટ વિરલ પટેલ અને તેમની ટીમે એક એવું કપડાં સૂકવવાનું મશીન બનાવ્યું છે જેના વિશે જાણી તમે પણ કહેશો કે વાહ! હાલના કપડાં સૂકવવાના મશીન કરતાં આ ડ્રાયર અડધો સમય લે છે અને વીજળીનો પણ પાંચ ગણો બચાવ થશે.

પોતાના અલ્ટ્રાસોનિક ડ્રાયર અંગે નૉક્સવિલે ન્યૂઝ સેંટિનેલ સાથે વાત કરતાં વિરલ પટેલે કહ્યું કે આ બિલકુલ નવો વિચાર છે…મોટાભાગે પરંપરાગત ડ્રાયર સામાન્ય રીતે સીધી ટેકનિકનો ઉપયોગ કરે છે. આસપાસની હવાને અંદર ખેંચાય અને હીટ કે ગેસ બર્નરમાંથી પસાર થઇ ગરમ થઇને એક ડ્રમમાં પહોંચે છે. જ્યાં કપડાંને ફેરવે છે અને ત્યારે આ ગરમી કપડામાંથી ભેજને ખેંચી લે છે અને ડ્રાયર થઇ બહાર નીકળી જાય છે.

પરંતુ વિરલ પટેલ અને તેમની ટીમ દ્વારા વિકસિત કરાયેલ અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજને ખત્મ કરવા માટે પીજોઇલેક્ટ્રિક ટ્રાસડ્યુસરોનો ઉપયોગ કરે છે જ્યારે હાઇ ફ્રીકવન્સીના વોલ્ટેજ ટ્રાન્સડ્યુસરો પર પ્રવાહિત કરાય છે, તેમાં થનાર હાઇ ફ્રીકવન્સીના કંપનના લીધે કપડામાં હાજર પાણી ગરમી વગર જ કપડાંથી અલગ થઇ જાય છે. જો કે આ ડ્રાયર ખૂબ જ ઝડપથી કપડાંમાંથી હલાવીને પાણીને કાઢે છે.

વિરલ પટેલે કહ્યું કે અલ્ટ્રાસોનિક ડ્રાયરને કોમર્શિયલ રીતે વેચવા માટે જીઇ એમ્પાયન્સીસ રિસર્ચકર્તાની સાથે સમજૂતી કરવાની પ્રક્રિયામાં છે….

વિરલ પટેલે કહ્યું કે અમે આવી ટેકનિકને વિકસિત કરવાની કોશિષ કરી રહ્યાં છીએ, જેમાં વીજળીનો વપરાશ અત્યાધુનિક ડ્રાયરથી ઓછો હોય અથવા તો તેના જેટલો જ હોય. પરંતુ ખર્ચ ઓછો થાય જેથી કરીને અમેરિકન બજારમાં વેચી શકાય, કારણ કે જો તમે કોઇ મોટા બિગ બોક્સ સ્ટોરમાં જઇને ડ્રાયર શોધો છો તો સૌથી પહેલાં ગ્રાહક ભાવ જ જુએ છે, વીજળીનો વપરાશ નહીં….

ઓક રિજ નેશનલ લેબોરેટરીના ભારતીય-અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએટ વિરલ પટેલે કહ્યું કે આ મામલામાં જીઇની પાસે વિશેષજ્ઞતા છે, અમારી પાસે નહીં… તેમણે પણ કહ્યું કે અલ્ટ્રાસોનિક ડ્રાયરને બજારમાં ઉપલબ્ધ કરવામાં હાલ બે થી પાંચ વર્ષ લાગી શકે છે.