indian american win 3M Young Scientist Challenge, Covid 19 treatment
1.6M
1M
1.7M
APPS
  • Home
  • NRI
  • ભારતીય મૂળની 14 વર્ષીય કિશોરીએ કોવિડ-19ની સંભવિત સારવાર શોધી કાઢી, મળ્યું આ ઇનામ

ભારતીય મૂળની 14 વર્ષીય કિશોરીએ કોવિડ-19ની સંભવિત સારવાર શોધી કાઢી, મળ્યું આ ઇનામ

 | 3:07 pm IST
  • Share

ભારતીય મૂળની અમેરિકન કિશોરી (indian American win 3M Young Scientist Challenge)એ એક અનોકી શોધ માટે 25,000 અમેરિકન ડોલરનું ઇનામ જીત્યુ છે. આ શોધ કોવિડ-19 (Covid-19) માચે એક સંભવિત સારવાર કરી શકે છે. અનિકા ચેબરોલૂ (14)ને આ રકમ ‘3M યંગ સાઇન્ટિસ્ટ ચેલેન્જ’માં શીર્ષ 10માં સ્થાન મેળવવા માટે મળી છે. આ અમેરિકાની એક પ્રમુખ માધ્યમિક વિદ્યાલય પ્રતિયોગીતા છે.

‘3M’ મિનેસોટા સ્થિત એક અમેરિકાની માસ્ક નિર્માતા કંપની છે.’3M ચેલેન્ડ વેબસાઇટ’ અનુસાર ગત વર્ષે એક ગંભીર ‘ઇમ્ફ્યૂએંજા’ સંક્રમણ સાથે ઝઝૂમ્યા બાગ ચેબરોલૂએ યંગ સાઇન્ટિસ્ટ ચેલેન્જમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. તે ‘ઇન્ફ્યૂએંજા’ની સારવાર માટે શોધ કરવા માંગતી હતી. કોવિડ-19 બાદ બધુ બદલાઇ ગયુ અને સાર્સ-સીઓવી-2 સંક્રમણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

અનિકાને ઇનામી રાશિની સાથે જ 3Mની વિશેષ મેમ્બરશીપ પણ મળી છે. ચેબરોલૂએ કહ્યું,’હું અમેરિકાના ઉચ્ચ વૈજ્ઞાનિકોના લિસ્ટમાં સામેલ થઇને ખુબ જ ખુશ છું.’

કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર

તમને જણાવી દઇએ કે, વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 કરોડથી પણ વધુ થઇ ગઇ છે. જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલય અનુસાર સોમવારે સવારે સંક્રમિતોની સંખ્યા4 કરોડના પાર થઇ ગઇ.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદના બાપુનગરમાં લોકોની ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન