Indian Army Attack on PoK Launching Pads After Pakistan Ceasefire
  • Home
  • Featured
  • PoKમાં ભારતે કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાનને થયું મસમોટું નુકસાન

PoKમાં ભારતે કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાનને થયું મસમોટું નુકસાન

 | 9:11 am IST

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારના રોજ જ્યારે પાકિસ્તાને તંગધાર સેકટરમાં LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું તો સેનાએ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં લોન્ચપેડસને નિશાન બનાવીને હુમલો કરતાં ખાસ્સું નુકસાન થયાના સમાચાર છે.

પાકિસ્તાની અખબાર ‘ડોન’ના મતે લેપાઘાટીમાં એક મહિલાનું મોત થયું જ્યારે ચાર લોકો ઘાયલ થયા. પાકિસ્તાની મીડિયામાં જે વિઝ્યુઅલ ચાલે છે તેમાં કેટલીક ઇમારતો ધરાશાયી થયેલી અને મોટું નુકસાન દેખાઇ રહ્યું છે.

પાકિસ્તાને તોડ્યું હતું સીઝફાયર

પાકિસ્તાની મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે ભારતની તરફથી આટલું ભારે શેલિંગ પહેલાં કયારેય થયું નહોતું. એક રિપોર્ટના મતે શનિવાર વહેલી સવારે ચાર વાગ્યે મોર્ટાર અને મીડિયમ રેન્જ આર્ટિલરીથી એટેક કર્યો. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ નૌગામ અને તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ શેલિંગમાં કુપવાડાના જિલ્લાના છ નાગરિક ઘાયલ થયા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં પીઓકેના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યું.

ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે આતંકીઓ

સુરક્ષા એજન્સીઓએ થોડાંક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી કે એલઓસીની પેલે પાર અંદાજે 300 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. આ આતંકી કાશ્મીર ઘાટીના ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેજમાં અને જમ્મુના સંબા અને રાજૌરી-પૂંછથી લાગેલી સરહદ પર આવેલ છે. ઇનપુટમાં કહેવાયું હતું કે આ આતંકીઓનો મંસૂબો સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની છે. તાજેતરના દિવસોમાં ધૂસણખોરીની કોશિષ કરતાં કેટલાંય આતંકી ઠાર થયા છે.

આ વીડિયો પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહે કેરળમાં બનેલ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન