ચીન-પાકિસ્તાનને ભારતીય સેનાએ દેખાડી પોતાની ‘નવી ફોજ’, Video જોઇ ધોળા દિવસે તારા દેખાઇ જશે

આર્મી ડે (Army Day) પર શુક્રવારે ભારતીય સેના (Indian Army)એ પ્રથમ વખત ડ્રોન એટેક (Drone Attack)નો નજારો રજૂ કર્યો હતો. આર્મી ડે પરેડ દરમિયાન બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ડ્રોન માનવ દખલ વિના દુશ્મનના લક્ષ્યોને સટીક નિશાન બનાવી શકે છે. કેટલાક ડ્રોનને ભેગા કરીને એક મિશનને અંજામ આપવાની એક સિસ્ટમને ડ્રોન સ્વૉર્મિંગ કહેવાય છે. આ નવી તકનીકમાં ભવિષ્યમાં આખા યુદ્ધના દ્રશ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે અને નો કોન્ટેકટ વોરફેર એટલે કે સંપર્ક વિના કોન્ટેકટથી યુદ્ધમાં આ ખૂબ જ અગત્યનું સાબિત થશે.
50 કિમીની અંદર ટાર્ગેટને કરશે નષ્ટ
આર્મી ડે પરેડ દરમિયાન કેટલાંય ડ્રોન એ મળીને દુશ્મનના ટેન્ક, આતંકવાદી છાવણીઓ, હેલિપેડ્સ, ફ્યુઅલ સ્ટેશન સહિતના ઘણા સ્થળોને નિશાન બનાવવાનું પ્રદર્શન કર્યું. તેમાં 75 ડ્રોનનો સમાવેશ થયો હતો. તે દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ ડ્રોન કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના દુશ્મનના વિસ્તારમાં 50 કિલોમીટર સુધી અંદર દાખલ થયું અને ટાર્ગેટની ઓળખીને તેને નષ્ટ કર્યા. આ સિસ્ટમમાં બધા ડ્રોન એક બીજા સાથે કોમ્યુનિકેટ કરે છે અને એકસાથે મળીને મિશનને અંજામ આપે છે. વીડિયો જોઇ દુશ્મનોને પણ ધોળા દિવસે તારા દેખાઇ જશે.
#WATCH | For the first time ever, #IndianArmy demonstrates combat swarm drones at #ArmyDay parade 2021 in Delhi. Via @ANI#StandWithIndia #standwithindianarmy
👍💪🇮🇳💪👍 pic.twitter.com/Sufau2eJEc— Indo-Pacific News – Watching the CCP-China Threat (@IndoPac_Info) January 15, 2021
મધર ડ્રોનમાંથી નીકળ્યા ચાઇલ્ડ ડ્રોન
ભારતીય સેનાએ સ્વદેશી કંપનીઓ સાથે મળીને ડ્રોન સ્વૉર્મિંગ સિસ્ટમનું પ્રદર્શન કર્યું હતું જે તેનું પણ એક પ્રદર્શન છે કે આત્મનિર્ભર ભારત તરફના પગલાં ઝડપથી આગળ વધી રહ્યા છે. ભવિષ્યમાં યુદ્ધો કેવા થશે તેની પણ ઝલક હતી. આ ટેકનોલોજી વિશ્વભરમાં યુદ્ધની રીત બદલી રહ્યું છે. તેમાં મધર ડ્રોન સિસ્ટમ પણ દર્શાવવામાં આવ્યું. દેખાડવામાં આવ્યું હતું કે મધર ડ્રોનથી ચાર ચાઇલ્ડ ડ્રોન નીકળે છે અને જુદા-જુદા લક્ષ્યોને ટાર્ગેટ કરે છે. ત્યારબાદ આ ચાઇલ્ડ ડ્રોન પોતાના ટાર્ગેટને ફળતાપૂર્વક નષ્ટ કરે છે.
ભારતીય સૈનિક કેટલાંય એવા વિસ્તારમાં તૈનાત છે જ્યાં પહોંચવામાં ખૂબ મુશ્કેલ પડે છે. હવામાન પણ પડકાર હોય છે. એવામાં ડ્રોન દ્વારા સપ્લાય કરવાની સાથે જ એક્સચેન્જ ફણ ખૂબ જ સરળતાથી થઇ શકે છે.
આ વીડિયો પણ જુઓ : ગાંધીનગરમાં 1971ના યુદ્ધની સ્વર્ણિમ જયંતિની ઉજવણી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન