Indian Army Handed Pakistani Child Dead Body to the Family
  • Home
  • Featured
  • ભારતીય સેનાએ રજૂ કરી માણસાઈની મિશાલ, પાકિસ્તાનીઓ પણ થઈ ગયા ગદગદિત

ભારતીય સેનાએ રજૂ કરી માણસાઈની મિશાલ, પાકિસ્તાનીઓ પણ થઈ ગયા ગદગદિત

 | 4:24 pm IST

ભારતીય સેનાએ વધુ એક વખત માણસાઈની મિશાલ રજૂ કરી છે. થોડાં દિવસ પહેલાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી એક માસૂમ બાળકની લાશ પાણીમાં તણાઈને ભારત અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં આવી પહોંચી હતી. જે બાદ ભારતીય સેનાએ સ્થાનિક લોકો સાથે મળીને આ બાળકની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. અને પાકિસ્તાનને સેનાને સોંપી હતી.

થોડા દિવસ પહેલાં પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ગિલગિત વિસ્તારમાં રહેતો આબિદ શેખ નામનો બાળક નદીમાં તણાઈ ગયો હતો. નદીમાં તણાઈ જવાને કારણે તે પાકિસ્તાનમાંથી ભારત અધિકૃત જમ્મુ-કાશ્મીરના ગુરેઝમાં પહોંચી ગયો હતો. સ્થાનીય લોકોએ જ્યારે નદીમાં બાળકની લાશ જોઈ તો તેઓ હેરાન થઈ ગયા. અને લોકોએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી.

તો બીજી બાજુ પાકિસ્તાનમાં રહેતાં માસૂમના પરિવારે પાકિસ્તાન સરકાર પાસે ગુહાર લગાવી કે, પાણીમાં ડૂબેલાં બાળકનાં શબને હાંસલ કરવામાં મદદ કરે. આજે ભારતીય સેનાએ સ્થાનિય લોકોની મદદથી ગિલગિતના રહેવાસી આ બાળકની લાશ પાકિસ્તાની અધિકારીઓને નિયંત્રણ રેખા પર સોંપી હતી. અને ત્યાંથી બાળકની લાશને તેના પરિવારને સોંપવામાં આવશે. બાળકના માતાપિતાએ ભારતીય સેનાનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન