Indian Army help to Cricketer Mithun Manhas Grandparents in J&K
  • Home
  • Sports
  • Cricket
  • J&Kમાં પરિવારની રક્ષક બની ભારતીય સેના તો આ ક્રિકેટરે માન્યો આભાર, કરી ભાવુક પોસ્ટ

J&Kમાં પરિવારની રક્ષક બની ભારતીય સેના તો આ ક્રિકેટરે માન્યો આભાર, કરી ભાવુક પોસ્ટ

 | 11:28 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ચેન્નાઈ, દિલ્હી અને પુણે વોરિયર્સની ટીમો તરફથી રમી ચૂકેલો અને દિલ્હી રણજી ટીમનો પૂર્વ કેપ્ટન ખેલાડી મિથુન મન્હાએ ઈન્ડિયન આર્મીનો આભાર માન્યો છે. તેના દાદા-દાદીની સંભાળ લેવા બદલ મિથુને ટ્વીટ કરી ભારતીય સેનાનો આભાર માન્યો છે.

મિથુન મન્હાસે ટ્વીટ કરી જણાવ્યું કે ભારતીય સેનાએ જમ્મુના ભદ્રવાહમાં રહેતા તેના દાદા-દાદીની મદદ કરી છે. સેનાના જવાનોએ તેના દાદા-દાદી સુધી દવાઓ પહોંચાડી હતી અને તેમની તબિયતની સાર સંભાળ રાખી હતી. મિથુને ટ્વીટ કરી લખ્યું કે,‘મારા દાદા-દાદી ભદ્રવાહમાં રહે છે, તે ઘણા ઘરડાં છે. મને હાલ ખબર મળી છે કે તે સકુશળ છે. હું ઇન્ડિયન આર્મીનો તેમની સંભાળ રાખવા માટે આભાર આપવા માંગું છું. તેમણે મારા દાદા-દાદીની સંભાળ રાખી અને દવાઓ પણ પહોંચાડી. જય જવાન.’

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. તેથી ત્યાં પરિસ્થિતિ બગડે નહીં તે માટે જમ્મુ કાશ્મીરમાં કમલ 144 લગાડવામાં આવી હતી. મિથુન મન્હાસે ચિંતા વ્યક્ત કરી હતી કે તેના ઘરડાં દાદા-દાદીની આવી સ્થિતિમાં કોણ ધ્યાન રાખશે પણ ભારતીય સેનાએ તેમની મદદ કરીને બધાના દિલ જીતી લીધા છે. મિથુન મન્હાસ જમ્મુનો રહેવાસી છે. તેને અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ 2016માં રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મન્હાસે 45.82ની સરેરાશથી 9,714 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 49 અડધી સદી સામેલ છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યના 204 જળાશયોમાં નવા નીરની આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન