NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ડોક લા ખાતે ભારતીય સૈનિકોએ તંબુ તાણી દીધા, ચીન સામે નહિ ઝૂકે ભારત

ડોક લા ખાતે ભારતીય સૈનિકોએ તંબુ તાણી દીધા, ચીન સામે નહિ ઝૂકે ભારત

 | 5:52 pm IST

ભારતીય સેનાએ સિક્કિમમાં ડોકા લા ખાતે સર્જાયેલા સરહદી વિવાદમાં હાલની સ્થિતિથી પીછેહઠ નહીં કરવાનો મક્કમ નિર્ણય લઇ લીધો છે. ચીન દ્વારા અપાઇ રહેલી ધમકીઓને વશ નહીં થવાના સંકેતો ભારતીય સેના આપી રહી છે. ભારત અને ભૂતાન સરહદ પરના આ વિવાદાસ્પદ વિસ્તારમાં લાંબો સમય ટકી રહેવા ભારતીય સેનાએ પુરતી તૈયારી કરી લીધી છે. ચીન ભારત સરકાર પર વિવાદાસ્પદ પ્રદેશમાંથી સેના પાછી ખેંચવા નિયમિત ધમકીઓ આપી રહ્યો હોવા છતાં ત્યાં તૈનાત ભારતીય સૈનિકોએ તંબુ તાણી દીધાં છે. આ એ વાતનો સંકેત છે કે, ચીન તેની સેના પાછી નહીં ખેંચે ત્યાં સુધી ભારતીય સેના પીછેહઠ નહી કરે.

સિક્કિમ સેક્ટરમાં ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત ડોકા લા ખાતે બંને સેનાઓ સામસામે ગોઠવાયેલી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થળ પર હાજર સૈનિકોને નિયમિત રીતે પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે જે એ વાતનો સંકેત છે કે ભારતીય સેના ચીનના કોઇપણ પ્રકારના દબાણ સામે ઝૂકવાની નથી. જો કે સૂત્રોને આ વિવાદનો કૂટનીતિક ઉકેલ આવવાની પણ આશા છે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ ભારતમાં ભૂતકાળમાં સર્જાયેલો કોઇપણ સરહદી વિવાદ કૂટનીતિ દ્વારા જ ઉકેલાયો છે.

જો કે ચીને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તે કોઇપણ પ્રકારની સમજૂતિ કરવા તૈયાર નથી. ચીને જણાવ્યું હતું કે, ભારત સેના પાછી ખેંચે તો જ આ મામલામાં કોઇ મંત્રણા થઇ શકે છે. હવે નિર્ણય ભારતે લેવાનો છે.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે તણાવ ઘટાડવા માટે કોઇ એકતરફી દ્રષ્ટિકોણ હોતો નથી. બંને દેશો વિવિધ સ્તરે ચર્ચા દ્વારા સરહદી અથડામણોનો ઉકેલ લાવવા એક માળખું વિકસાવવા ૨૦૧૨માં સંમત થયાં હતાં. જો કે હાલના વિવાદમાં હજુ આ તંત્ર સફળ થયું નથી.

તણાવ વધશે તો ચીનને ભારતમાં વાર્ષિક ૪ લાખ કરોડનું નુકસાન
ચીની કંપનીઓ ભારતમાં વર્ષે ૪ લાખ કરોડ રૃપિયાનો સામાન વેચે છે. ચીન ભારતને પાઠ ભણાવવાની ધમકીઓ આપી રહ્યો છે પરંતુ તે એટલું સરળ નથી. બંને દેશો વચ્ચે તણાવ વધશે તો ચીનથી ભારતમાં થતી નિકાસને મોટો ફટકો પડશે. અર્થશાસ્ત્રીઓ એમ પણ કહી રહ્યાં છે કે જો તણાવ વધશે તો ભારતને પણ વધુ નુકસાન થશે. યુદ્ધ થાય તો ભારતનો વિકાસ દર તળિયે બેસી જશે.