ભારતીય સૈન્યએ 2017માં પાકિસ્તાનના 138 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા - Sandesh
  • Home
  • India
  • ભારતીય સૈન્યએ 2017માં પાકિસ્તાનના 138 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ભારતીય સૈન્યએ 2017માં પાકિસ્તાનના 138 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

 | 4:34 pm IST

ભારતીય સૈન્યએ ગત વર્ષે કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈન્યના 138 જવાનોના ઢીમ ઢાલી દીધાં હોવાનો ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાન સૈન્ય દ્ગારા કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં કરવામાં આવેલી વળતી કાર્યવાહી અને સર્જિકલ સ્ટ્રાઈકનો સમાવેશ થાય છે. સત્તાવાર ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ આ જાણકારી આપી હતી. સરહદ પર સતત ઉંબાડીયા અને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતા રહેતા પાકિસ્તાન વિરૂદ્ધ ભારતીય સૈન્યની કાર્યવાહીને આક્રમક અને મોટી સફળતા માનવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીર સરહદ પર 2017માં પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. પાડોશી દેશના સૈન્ય તરફથી કરવામાં આવનારા દરેક સીઝફાયર (સંઘર્ષ વિરામનો ભંગ)નો ભારતીય સૈન્યએ સાનુકુળ જવાબ આપ્યો હતો. તે દરમિયાન ઘણા પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયાં હતા અને તેની અનેક ચોકીઓ ધ્વસ્ત કરવામાં આવી હતી. ભારતીય સૈન્ય એટલી હદે આક્રમક બન્યું હતું કે ઘણી વખત તો પાકિસ્તાને સામેથી ઘુંટણીયા ટેકવી દેવા પડ્યાં હતાં અને સીઝફાયરની અપીલ કરવાની ફરજ પડી હતી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ સપ્ટેમ્બર 2017માં ‘ઓપરેશન અર્જુન’ હાથ ધરવામાં આવ્યું હતું જેને અંતર્ગત ઘુષણખોરો અને ભારત વિરોધી અભિયાનમાં મદદ કરતા હતાં. ખાસ તો પકિસ્તાનના ભૂતપૂર્વ સૈનિકો, આઈએસઆઈ અને પાકિસ્તાન રેંજર્સના અધિકારીઓના નિવાસ્થાનો અને ખેતરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાની રેંજર્સને ફાઈરિંગ બંધ કરવાની અપીલ કરવી પડી હતી.

તેવી જ રીતે વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં ભારતીય સૈન્યએ LoC પર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 250 થી 300 મીટર ઘુસીને પોતાના 4 સૈનિકોના મોતનો બદલો વાળ્યો હતો. ‘જેવા સાથે તેવા’ ની માફક ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં અને એકને ઘાયલ કરી દીધો હતો. સૈન્ય બેડામાં આ કાર્યવાહીને ‘સિલેક્ટિવ ટાર્ગેટિંગ’ નામ આપવામાં આવ્યું હતું.

તે ઉપરાંત BSFએ પણ પોતાના 1 જવાનના મોતના બદલામાં 10 થી 12 પાકિસ્તાની સૈનિકોના ઢીમ ઢાળી દીધાં હતાં. BSFના જવાનને તેના જન્મદિવસે જ શહીદ કરવામાં આવ્યો હતો.