Indian Army Made Underground Tunnel In Ladakh To Counter PLA
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતે ચીનને તેની જ ચાલમાં ભેરવ્યું, જમીનની નીચે બનાવી દીધો આવો ‘ચક્રવ્યૂહ’

ભારતે ચીનને તેની જ ચાલમાં ભેરવ્યું, જમીનની નીચે બનાવી દીધો આવો ‘ચક્રવ્યૂહ’

 | 4:34 pm IST
  • Share

ભારત (India)ની સાથે સરહદ પર તણાવનો શાંતિપૂર્ણ દાવો કરનારું ચીન (China) પ્રોપગેંડાના ઉપયોગથી ખુદને સારું સાબિત કરવામાં લાગેલું રહે છે. હવે ભારતીય સેનાએ તેની જ ચાલમાં તેને માત આપતા મોટી તૈયારી કરી છે. ભારતીય સેના (Indian Army)એ ચીનના યુદ્ધ મેન્યુઅલને ફેદી માર્યું છે અને ડ્રેગનના કોઈ પણ પગલાને નિષ્ફળ કરવા માટે લદ્દાખમાં ‘ટનલ ડિફેન્સ’ (Tunnel Defense) તૈનાત કરી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે ચીની સેનાએ જાપાનની વિરુદ્ધ બીજા યુદ્ધમાં આ જ તરકીબનો ઉપયોગ કર્યો હતો.

PLAની હૈનાન ટાપૂ પર અંડરગ્રાઉન્ડ તૈયારી 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે PLAએ લ્હાસા એરબેઝ પર એરક્રાફ્ટ તૈનાત કરવા માટે ટનલ બનાવી છે અને દક્ષિણ ચીન સાગરમાં ન્યૂક્લિયર બેલેસ્ટિક સબમરીનોને રાખવા માટે હૈનાન ટાપૂ પર અંડરગ્રાઉન્ટ તૈયારી કરી છે. સીનિયર મિલિટ્રી કમાન્ડરોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાએ મોટા ડાયામીટરની Hume કંક્રીટ પાઇપ ટનલ લગાવી છે, જેથી સૈનિકોને દુશ્મનના હુમલાથી બચાવી શકાય અને મુશ્કેલીની સ્થિતિમાં હુમલો પણ કરી શકાય.

યુદ્ધના સમયે અત્યંત ઉપયોગી

આ પાઇપ્સનું ડાયામીટર 6થી 8 ફૂટ હોય છે અને આના પર થઈને સૈનિકો અંડરગ્રાઉન્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આમાં તેમને દુશ્મનના ફાયરિંગથી બચવાની તક મળે છે. આ ટનલનો ફાયદો એ પણ થાય છે કે આને ગરમ કરી શકાય છે અને ઠંડી જગ્યાએ બરફના તોફાનોથી બચવા માટે સૈનિકો આમાં શરણ લે છે. ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદ વિવાદ આ વર્ષે મેમાં એકવાર ફરી ચરમ પર પહોંચ્યો અને ગલવાન ખીણમાં બંને સેનાઓ સામસામે આવી ગઈ.

સિક્કિમ અને અરૂણાચલમાં પણ ડ્રેગનથી ખતરો

અત્યાર સુધી અહીં બે-વાર હિંસક અથડામણ પણ થઈ ચુકી છે અને બંને દેશોની વચ્ચે સૈન્ય અને વ્યૂહાત્મક બેઠકો કરીને સમાધાન નીકાળવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તો ચીનથી સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં પણ ખતરો બનેલો છે, જ્યાં ડ્રેગન આક્રમક વલણ દાખવી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન