Indian Army On War Like Alert From Ladakh To Arunachal Pradesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય સેના યુદ્ધની જેમ તૈયાર, ખંધા ચીના ભોગવશે દરેક ભૂલનું પરિણામ

ભારતીય સેના યુદ્ધની જેમ તૈયાર, ખંધા ચીના ભોગવશે દરેક ભૂલનું પરિણામ

 | 8:08 am IST
  • Share

પૂર્વ લદ્દાખમાં 15-16 જૂનના રોજ થયેલ સૈન્ય હિંસાના બે દિવસ બાદ સુધી ચીન હંમેશાની જેમ બે બાજુ વાતો કરે છે. એક બાજુ શાંતિની દુહાઇ કરી રહેલા ડ્રેગને બીજીબાજુ ગલવાન ઘાટી પર દાવો ઠોકી દીધો. પોતાના 20 જવાનોને ગુમાવ્યા બાદ હવે ભારતે નિર્ણય કરી લીધો છે કે ચીન જો ચાલબાજીથી પોતાના પગલાં આગળ વધારવાની કોશિષ કરશે તો તેની કિંમત પણ ચૂકવવી પડશે. ટોપના એક અધિકારીએ આ અંગે જણાવ્યું કે હવે ભારતની સરહદ પ્રબંધન માટે શાંતિ બનાવી રાખવાની નીતિ બદલાય ગઇ છે અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) માટે જ્યારે ઇચ્છે તે જતા રહેવાનો વિકલ્પ ખત્મ થઇ ગયો છે.

લદ્દાખથી લઇ અરૂણાચલ સુધી સેના તૈયાર

ભારતીય સેના અત્યારે 3488 કિલોમીટરની LAC અને પૂર્વ ક્ષેત્ર પર અત્યાર સુધીની સૌથી મોટી એલર્ટ પોઝીશનમાં તૈનાત છે. ચીને પણ LAC પર સેના વધારી દીધી છે. ખાસ કરીને ગલવાન, દૌલત બેગ ઓલ્ડી, દેપસાન્ગ, ચુશુલ અને પૂર્વ લદ્દાખના બીજા વિસ્તારોમાં પરંતુ ભારતની સેના માનો યુદ્ધ જેવા એલર્ટ પર તૈનાત છે. લદ્દાખથી લઇ અરૂણાચલ પ્રદેશ સુધી LAC પર સેના કોઇપણ પ્રકારની સ્થિતિ માટે તૈયાર ઉભી છે. પૂર્વ લદ્દાખમાં LAC પર 15000 સૈનિક ફોરવર્ડ વિસ્તારોમાં છે અને તેનાથી પણ વધુ તેની પાછળ ઉભા છે.

‘PLAની ચૂકવણી થશે દરેક કોશિષનું નુકસાન’

એક સૂત્રનું કહેવું છે આપણા સૈનિક હટશે નહીં. આપણી ક્ષેત્રીય પ્રભુતાથી કોઇ સમજૂતી થશે નહીં. ચીન જમીન પર આઆ આક્રમકતા લાંબા સમયથી કેટલીય વખત દેખાડી ચૂકયું છે. તેઓ આપણા ક્ષેત્રમાં આવે છે, ખોટા દવાઓ કરે છે અને તેને સાચું માનીને દોહરાવે છે અને પછી ભારતને આક્રમકતા દેખાડવાની કોશિષ કરે છે. તેમનું કહેવું છે કે હવે તેની મંજૂરી મળશે નહીં અને PLAને ક્ષેત્ર છીનવવાની કોશિષનું નુકસાન ઉઠાવવું પડશે.

ચીને નિયમો તોડ્યા હવે ભારત કરશે ફરીથી વિચાર

કહેવાય છે કે બુધવારના રોજ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની બેઠક સહિત કેટલીય બેઠકોનું પરિણામ આકરું વલણ દેખાડી રહ્યું છે. ભારતીય ડિફેન્સ એ પ્રોટોકલ પર પણ ફરીથી વિચાર કરી રહ્યું છે કે જેના અંતર્ગત સૈનિક LACના ફોરવર્ડ વિસ્તારોમાં ફાયરઆર્મ્સ લઇને જતું નથી. ચીનની PLA યુધ્ધની તૈયારીમાં રહે છે. એવામાં આ પ્રોટોકોલ પર નિર્ણય કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે PLA એ દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે અને સરહદ પ્રબંધન નિયમોને તોડ્યા છે, જેમાં બોર્ડર ડિફેન્સ કોર્પોરેટ એગ્રીમેન્ટ (BDCA), 2013 સામેલ છે.

વધી રહી છે ડ્રેગનની હિંમત

આમ તો PLA લાંબા સમયથી LACની અંદર આવતું રહ્યું છે. જૂન-ઓગસ્ટ 2017માં સિક્કિમ-ભૂતાન-તિબેટ ટ્રાઇ-જંકશન પર ડોકલામની પાસે 73 દિવસ સુધી ચાલેલા ગતિરોધ બાદ તેની આ હરકત વધી ગઇ છે. આની પહેલાં 2016માં PLA 296 વખત ભારતની સરહદમાં આવ્યું પરંતુ 2017માં 473, 2018માં 404 અને 2019માં 663 વખત તેણે આ હિંમત કરી છે. PLA ગલવાન ઘાટી અને સિક્કિમના નાકુ લા સેકટરમાં ખૂબ જ આક્રક વલણ પણ અપનાવી રહી છે. 5મી મેના રોજ પેંગોંગ સો માં ચીન અને ભારતીય સેનાની વચ્ચે ઝપાઝપી બાદ 9 મેના રોજ નાકૂ લા પર પણ આવી ઘટના થઇ.

આ વીડિયો પણ જુઓ : જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન