Indian Army Prepared Plan For Counter Pakistani Drone
  • Home
  • Featured
  • પાકિસ્તાનની મેલી મુરાદને ધૂળ ભેગી કરશે ભારતીય સેના, નવો પ્લાન તૈયાર

પાકિસ્તાનની મેલી મુરાદને ધૂળ ભેગી કરશે ભારતીય સેના, નવો પ્લાન તૈયાર

 | 10:29 pm IST

પંજાબમાં પાકિસ્તાનનાં સતત ડ્રોનથી હથિયાર અને ડ્રગ્સની સ્મગલિંગને પડકારવા માટે ભારતીય સેનાનાં પ્રમુખ જનરલ બિપિન રાવત સહિત તમામ ટૉપનાં અધિકારી સંપૂર્ણ રીતે તૈયાર છે. આને માત આપવા માટે મંગળવારનાં ભારતીય સેના માટે નવી ટેકનોલોજીનાં ડ્રોન પ્રદર્શિત કરવામાં આવ્યા. સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સેનાનાં કમાન્ડર્સની કોન્ફરન્સમાં ઘણા સ્વદેશી અને વિદેશોમાં બનેલા ડ્રોન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, સાથે જ પહેલાથી ઉપયોગમાં કરવામાં આવી રહેલા અને ભવિષ્યમાં ઉપયોગ કરવામાં આવનારા ઉપકરણ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા.

તેમણે જણાવ્યું કે આ નવી ટેકનોલોજી અને ઉપકરણોમાં કાઉન્ટર ડ્રોન સોલ્યૂશન પણ સામેલ છે જેમાં વિદેશી સોલ્યૂશન પણ સામેલ છે. સેનાનાં અધિકારીએ જણાવ્યું કે આવા ડ્રોન પણ જેમનો ઉપયોગ ઊંચાઈવાળા ક્ષેત્રમાં સામાનને લઇ જવા માટે પણ કરવામાં આવી શકે છે. આ સાથે જ કેટલોક દારૂગોળો ઇઝરાયલી ડ્રોન પણ છે જે ટાર્ગેટને શોધીને તેને ઓળખીને નષ્ટ કરી શકે છે.

ગત અઠવાડિયે ભારત-પાકિસ્તાનનાં સીમા વિસ્તાર પર પંજાબનાં ફિરોઝપુર જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન મળી આવ્યા હતા, જેણે સીમા સુરક્ષાદળ, પંજાબ પોલીસ અને અન્ય સિક્યોરિટી એજન્સીઓને ચોંકાવી દીધા હતા. 8-9 ઑક્ટોબરમાં એક અન્ય પાકિસ્તાની ડ્રોન બે વાર ભારતની સીમામાં જોવા મળ્યા હતા. પહેલીવાર આ લગભગ સાંજનાં 7.20 વાગ્યે હજારા સિંહ ગામમાં જોવા મળ્યા, તો બીજીવાર આ રાતનાં લગભગ 10:10 વાગ્યે હુસૈનીવાળા બૉર્ડરની પાસે તેંડીવાલા ગામમાં જોવા મળ્યા હતા.

આને ધ્યાને રાખીને સીમા સુરક્ષાદળે આધુનિક ડ્રોનને પડકારે તેવી સિસ્ટમની માંગણી કરી હતી, જેથી શંકાસ્પદ હવાઈ પ્લેટફોર્મને નષ્ટ કરી શકાય. આને જોઇને મંગળવારનાં આ બેઠક કરવામાં આવી હતી. કેટલાક દિવસ પહેલા પંજાબ પોલીસે બે ડ્રોન પકડ્યા હતા. આ ડ્રોનથી 5 AK-47, પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ અને સેટેલાઇટ ફોન ફેંકવામાં આવ્યા હતા. આ તમામમાં જીપીએસ ડિવાઇસ લાગેલી હતી અને 10 કિલો વજન સાથે 500 મીટરની ઊંચાઈથી ઉડી શકે છે.

આ વિડીયો પણ જુઓ: રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન