Indian Army Troops Took Urine And Faeces Of Leopard During Surgical Strike To Throw Off Dogs
  • Home
  • Featured
  • સર્જિકલ સ્ટ્રાઈક વખતે કુતરાઓનું ધ્યાન ભટકાવવા સેનાએ અજમાવ્યો હતો આવો કીમિયો

સર્જિકલ સ્ટ્રાઈક વખતે કુતરાઓનું ધ્યાન ભટકાવવા સેનાએ અજમાવ્યો હતો આવો કીમિયો

 | 3:38 pm IST

વર્ષ 2016માં સરહદ પાર જઈને ભારતે પાકિસ્તાનમાં ઘુસીને જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તેના પડઘા આજે પણ સંભળાઈ રહ્યાં છે. સર્જિકલ સ્ટ્રાઈક સાથે સંકળાયેલી કેટલીક રોચક બાબતો ધીમે ધીમે સામે પણ આવી રહી છે. આ ઘટનાની વધુ એક રસપ્રદ બાબત સામે આવી છે. સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા અદા કરનારા પૂર્વ નગરોરા કોર્પ્સ કમાંડર લેફ્ટિનેંટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરને સમ્માનિત કરવા માટે આયોજીત કાર્યક્રમમાં સામે આવી છે.

પુના ખાતેના કાર્યક્રમમાં નિંબોરકરે પાકિસ્તાનની સરહદમાં 15 કિલોમીટર સુધી અંદર ઘુસીને કુતરાઓ ભસે નહીં તે માટે કેવો નુસખો અખત્યાર કર્યો હતો તેની કહાની કહી સંભળાવી છે.

પુણેના થોર્લે બાજીરાવ પેશવા પ્રતિષ્ઠાન કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોહર જોશીએ નિંબોરકરને સમ્માનિત કર્યા હતાં. નિંબોરકરે પાકિસ્તાનની બાયોડાયર્સિટીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સેક્ટરમાં રહેતા અમે જોયું છે કે અહીં દિપડાઓ અવાર નવાર કુતરાઓને પોતાનો શિકાર બનાવે છે. માટે દિપડાથી બચવા માટે કુતરાઓ આસપાસના ગામડાઓમાં જ ચાલ્યા જાય છે. તેમણે જણાવ્યું હતું કે, કુતરાઓથી બચવા ભારતીય સેના દિપડાનું મળ-મૂત્ર પોતાની સાથે લઈ ગઈ હતી.

ગામમી બહાર છંટકાવ

નિંબોરકરે જણાવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકની રણનીતિ બનાવતી વખતે અમે એ વાતથી વાકેફ હતાં જ કે સસ્તામાં પડતા ગામડાઓની નજીકથી પસાર થતી વખતે કુતરાઓ ભસવાનું શરૂ કરશે જ. માટે અમારી સૈન્ય ટુકડીઓ પોતાની સાથે દિપડાનું મળ-મૂત્ર પણ સાથે લઈ ગઈ હતી. આ મળ-મૂત્ર ગામડાઓની બહાર છાંટવામાં આવ્યું હતું. જે કામ પણ કરી ગયું.

સૈનિકોથી પણ વાત ગુપ્ત રાખવામાં આવેલી

તેમણે જણાવ્યું હતું કે, સેનાએ આ પ્લાનને અત્યંત ગુપ્ત રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરે અમને એક સપ્તાહની અંદર જા અ ઓપરેશન કરવા કહ્યું હતું. મેં સૈન્ય ટુકડીઓને એક સપ્તાહ પહેલા આ મામલે ચર્ચા કરી પરંતુ સ્થળ ગુપ્ત રાખ્યું હતું. સૈન્ય ટુકડીઓને હુમલાના એક દિવસ પહેલા જ જણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવા માટે સવારનો સમય જ પસંદ કરવામાં આવ્યો. આતંકવાદીઓના લોન્ચ પેડને પણ ઓળખી લેવામાં આવ્યાં હતાં.

સમયનું પણ અધ્યયન કરવામાં આવ્યું હતું અને એ પણ ખબર હતી કે સવારે 3:30 વાગ્ય્યાનો સમય જ યોગ્ય છે. આ સમયે પહેલા જ સેનાની ટુકડીઓ સુરક્ષિત સ્થળે પહોંચી ગઈ. અજાણી ધરતી અને માઈન ફિલ્ડને પાર કરી લેવામાં આવી હતી. ત્રણ પેડ્સ અને 29 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, સેનાએ આ ઓપરેશનનો વીડિયો પણ બનાવ્યો. આ હુમલાને પેરાટ્રુપર્સ અને સૈનિકોએ અંજામ આપ્યો હતો.

પાકિસ્તાન સરકારને સખત સંદેશ

નિંબોરકરે જણાવ્યું હતું કે, ઓપરેશન બાદ પાકિસ્તાન સેનાના અધિકારીઓ અંધારામાં જ રહ્યાં હતાં. આ સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાન સરકારને એક કડક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે, જો ભારતીય સેના જો ધારે તો જવાબમાં વળતો પ્રહાર કરી શકે છે.