ભારતીય સેનાએ બ્રિટનમાં જીત્યો ગોલ્ડ મેડલ - Sandesh
  • Home
  • World
  • ભારતીય સેનાએ બ્રિટનમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય સેનાએ બ્રિટનમાં જીત્યો ગોલ્ડ મેડલ

 | 4:50 pm IST

ભારતીય સેનાની ગોરખા રાયફલ્સે વિશ્વમાં સૌથી આકરી ગણાતી કેમ્બ્રિન પેટ્રોલ અભ્યાસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ કવાયતનું બ્રિટિશ સેના દ્વારા આયોજન કરાય છે. આ સ્પર્ધામાં ગોરખા રાયફલ્સની 2/8 બટાલિયને જીત્યો છે.

વેલ્સમાં ભારતીય જવાનોને મેડલથી સન્માનીત કરતા વીડિયો બ્રિટિનની સેનાએ પ્રસિદ્ધ કર્યા છે. ગોલ્ડ મેડલ એનાયક કર્યા પછી ગોરખા રાયફલ્સની 2/8 બટાલિયને બ્રિટિશ સેનાને પ્રશસ્તિપત્ર અને અન્ય ભેટ આપી હતી. કેમ્બ્રિયન પેટ્રોલ વેલ્સના કેમ્બ્રિયનની ટોચ પર દર વર્ષે આ સૈન્ય પેટ્રોલિંગ અભ્યાસનું આયોજન કરાય છે. આમાં વિશ્વના અતિ આકરા અભ્યાસ-કવાયતનો સમાવેશ થાય છે.

આ યુદ્ધ અભ્યાસમાં કેમ્બ્રિયનની ટોચે 55 કિલોમીટરના દુર્ગમ રસ્તાઓ પર આ અભ્યાસ યોજાય છે. આમાં ભાગ લેનાર ટીમને મિલિટરી ટાસ્ક પૂર્ણ કરવાનો હોય છે અને તે 48 કલાકમાં પૂર્ણ કરવાના રહે છે. આ કવાયતમાં ભાગ લેનારી ટીમ તેની સાથે તમામ પ્રકારની અંગત કીટ તથા સામગ્રી લઈ જાય છે. જો આ અંગત કીટમાંથી કોઈ વસ્તુ ગુમ થાય તો ગુણ કાપી લેવાય છે. આ ગુણને આધારે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાની પસંદગી કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન