Indian badminton star Jwala Gutta serious-allegations-
  • Home
  • Featured
  • ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ લગાવ્યા સનસનાટીપૂર્ણ આરોપ

ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ લગાવ્યા સનસનાટીપૂર્ણ આરોપ

 | 11:15 am IST

દેશભરમાં ચાલી રહેલા #metoo અભિયાનની અસર રમત જગતમાં પણ જોવા મળી રહી છે. દેશ માટે કેટલાક મેડલ લાવનારી જ્વાલા ગુટ્ટાએ ટ્વીટ કરેની તેની કહાની દુનિયાની સામે રાખી છે. જો કે તેને શારીરિક ત્રાસની જગ્યાએ માનસિક ત્રાસની વાત કરીને આ #Metooને નવો વળાંક આપ્યો છે. તેને ટ્વીટર પર તેની સાથે થયેલા માનસિક ત્રાસને લઇને અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે ટોપ પ્રદર્શન કરવા છતાં પણ તેને રાષ્ટ્રીય ટીમથી બહાર કરી દેવામાં આવી. 35 વર્ષની જ્વાલાએ એ વ્યક્તિનું નામન નથી જણાવ્યું કે જેણે તેને બહાર કરી. તેને આગળ જણાવ્યું કે તેના પાર્ટનર પણ ધમકી આપીને પરેશાન કરવામાં આવ્યો.

જ્વાલાએ વધુમાં લખ્યું છે કે કદાચ મને પણ #Metoo દ્વારા મારી સાથે થયેલા માનસિક ત્રાસ અંગે વાત કરવી જોઇએ. વર્ષ 2006માં આ વ્યક્તિ ચીફ બન્યો હતો. તેણે મને રાષ્ટ્રીય ટીમથી ચેમ્પ્યિન હોવા છતા બહાર નીકાળી દીધો. ગત વર્ષો દરમ્યાન જ્યારે હું રિયોથી પરક ફરી તો મને ફરીથી ટીમથી નીકાળી દેવામાં આવી. આજ એક કારણ રહ્યું કે મેં રમવાનું બંધ કરી દીધું.

તેને વધુમાં લખ્યું તે જ્યારે આ વ્યક્તિ મારું સીધી રીતે કઇ ખરાબ ન કરી શક્યો તો તેને મારા પાર્ટનર્સને ધમકી આપી અને પરેશાન કર્યા. તે ઇચ્છતા હતા કે હું એકલી પડું. રિયો બાદ જેની સાથે મારે મિક્સ્ડ રમવું હતું, તેને ધમકી આપવામાં આવી હતી અને મને ટીમથી બહાર નીકાળી દેવામાં આવી.