અમદાવાદના કોલસેન્ટર રેકેટમાં આ ગુજરાતીને અમેરિકાની કોર્ટે દોષિત જાહેર કર્યો - Sandesh
  • Home
  • NRI
  • અમદાવાદના કોલસેન્ટર રેકેટમાં આ ગુજરાતીને અમેરિકાની કોર્ટે દોષિત જાહેર કર્યો

અમદાવાદના કોલસેન્ટર રેકેટમાં આ ગુજરાતીને અમેરિકાની કોર્ટે દોષિત જાહેર કર્યો

 | 9:22 am IST

અમદાવાદ અને મુબઇના કોલસેન્ટર કૌભાડમાં ૫૫ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. તમામ આરોપીઓ સામે અમેરિકાના ટેકસાસના દક્ષિણી જીલ્લામાં ફેડરલ ગ્રાન્ડ જ્યુરી સમક્ષ કેસ ચાલી રહયો છે. જેમાં અમેરિકાથી ગ્રાન્ડ સપોર્ટ આપી રહેલા ગુજરાતી યુવકોની ધરપકડ કરાયા બાદ તેમની સામે કેસ ચલાવવાની કાર્યવાહી જડપી કરી દેવાઇ છે. અમેરિકાની કોર્ટમાં આરોપી ભરત કુમાર પટેલની કોલ સેન્ટર રેકેટમાં મહત્વની ભૂમિકા સાબિત થતાં તેને દોષિત જાહેર કરાયો છે.

ઓક્ટોમ્બર -૧૬માં ભરત કુમાર પટેલની અમેરિકામાં ધરપકડ કરાઇ હતી.તે ઉપરાંત ૫૫ આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે. અમેરિકાની કોર્ટમાં કરાયેલી મુજબ ભરત કુમાર પટેલ અને તેની સાથેના આરોપીઓએ અમેરિકાના નાાગરિકો સાથે છેતરપીંડી કરવા માટે પ્રિ-પ્લાન કર્યો હતો અને તે મુજબ રિલોડેડ કાર્ડ ખરીદવામા આવ્યા હતા.એટલ જ નહિ જુદા જુદા માધ્યમોમાંથી નાગરિકોની ખાનગી માહિતી મેળવીને મુબઇ અને અમદાવાદ મોકલતા હતા. ભરત કુમાર પટેલ અમદાવાદના કોલ સેન્ટર માટે રનર્સ ઓપરેટીંગના ક્રુ મેમ્બર તરીકે કામ કરતો હતો. તેણે એવી કબુલાત કરી છે કે, તેના એક ખાતામાં વર્ષે ૯૭ કરોડ જમા થયા છે અને બાકીના બેન્ક ખાતાઓમાં પાંચ મહિનામાં ૨૯૧ કરોડ (ભારતીય ચલણ) જમા થયુ છે.

ફેડરલ કોર્ટમાં એવી પણ રજૂઆત થઇ છે કે, આરોપીઓેએ અમેરિકાના નાગરિકોને ધમકી આપીને રૃપિયા ભારતમાં ટન્સપર કરાવ્યા છે. જેથી મની લોન્ડરીંગ પણ લાગુ થઇ શકે છે જેના માટે અમેરિકામાં કારવાસની જોગવાઇ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન