35 હજાર ફુટની ઉંચાઈ પર ભગવાન બન્યો ભારતીય ડોક્ટર, વિમાનમાં કરાવ્યો બાળકનો જન્મ - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • 35 હજાર ફુટની ઉંચાઈ પર ભગવાન બન્યો ભારતીય ડોક્ટર, વિમાનમાં કરાવ્યો બાળકનો જન્મ

35 હજાર ફુટની ઉંચાઈ પર ભગવાન બન્યો ભારતીય ડોક્ટર, વિમાનમાં કરાવ્યો બાળકનો જન્મ

 | 3:50 pm IST

ડોક્ટરને હંમેશા ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, કેમ કે, તે પોતાની હુનર અને આવડતથી બીમાર લોકોનો જીવ બચાવે છે સાથે તે દુનિયામાં બાળકના જન્મ દરમિયાન પણ મુખ્ય ભૂમિકા નિભાવે છે. એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યારે નવી દિલ્હીથી અમેરિકા જતી ફ્લાઈટમાં જ્યારે વિમાન 35000 ફુટની ઉંચાઈ પર હતું ત્યારે મહિલા યાત્રીને લેબર પેન શરૂ થઈ ગયુ હતું. મુશ્કેલીના આ સમયે એક સહયાત્રી ડોક્ટરએ પોતાની જવાબદારી નિભાવી હતી. ડોક્ટરએ મહિલાની મદદ કરી તેના પછી તે મહિલા પોતાના બાળકને જન્મ આપવામાં સફળ રહી હતી.

હકીકતમાં, 17 ડિસેમ્બરએ ડોક્ટર સિજ હેમલ પેરિસથી પોતાના મિત્રના લગ્નમાં હાજરી આપીને અમેરિકા પરત ફરી રહ્યા હતા. તે વિમાનમાં ટોયિન ઓગુંડિપ નામમી મહિલા યાત્રી પણ મુસાફરી કરી રહી હતી. મુસાફરી દરમિયાન મહિલા યાત્રીને દુઃખાવો થયો હતો અને તેને મદદ માટે અસિસ્ટન્સને બોલાવામાં આવ્યો હતો, ત્યારે મહિલાની સમસ્યા જોઈએ ડોક્ટર સિજની સાથે બેઠેલી એક યાત્રીએ તેમણે મદદ માટે કહ્યું હતું.

ડો સિજ હેમલએ એક પ્રેસ રીલિજમાં જણાવ્યું હતું કે, મહિલાની તબિયત ખરાબ હતી. તેની પાસે પોતાના બાળકને જન્મ આપવા માટે દશ મિનિટ કરતા વધારે સમય હતો નહી. વિમાનની ઈમરજન્સી લેડિંગ માટે અમેરિકી આર્મી એર બેસ સુધી પહોંચવામાં ઓછામાં ઓછા બે કલાક જેટલો સમય લાગે તેવું હતું.

ડો. સિજએ કહ્યું કે, સમય વધારે હતો નહી, 7 મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો હતો તેના પછી મહિલા પાસે 3 થી 4 મિનિટ જેટલો સમય હતો. તેવામાં તેમણે હવામાં બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો. ડો સિજના પ્રયત્ન પછી મહિલાએ પોતાના બાળકને જન્મ આપવામાં સફળ રહી હતી.

આ આખી ઘટના વિશે બાળકને જન્મ આપનાર મહિલાએ કહ્યું કે, ડો સિજએ એ બધુ કામ કર્યુ હતું જે એક નર્સ અને મિડવાઈફ કરતી હોય છે. તેના માટે હું તેમણી આભારી છું.