USમાં વધુ એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, 25 દિવસ પહેલા ગયો હતો US - Sandesh
  • Home
  • NRI
  • USમાં વધુ એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, 25 દિવસ પહેલા ગયો હતો US

USમાં વધુ એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, 25 દિવસ પહેલા ગયો હતો US

 | 12:31 pm IST

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બે બુકાનીધારી હથિયારધારીએ 26 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરી નાંખી છે. ગુરુવારે યાકિમા સિટીના AM-PM ગેસ સ્ટેશન ઉપર આવેલા એક સ્ટોરમાં આ ઘટના ઘટી હતી. મૃતક વિક્રમ જરયાલ આ સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો. આ સ્ટોર તેમના એક પરિવારિક મિત્રનો છે.

ઘટના સમયે વિક્રમ સ્ટોરના કાઉન્ટર ઉપર બેઠેલો હતો. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બે બુકાનીધારી સ્ટોર ઉપર પહોંચ્યા હતા અને સ્ટોરને લૂંટી લીધો હતો. આરોપીઓને વિક્રમની છાતી ઉપર ગોળી મારી હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ ઘટના નસ્લીય હિંસા સાથે જોડાયેલી હોય એવું નથી લાગી રહ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિક્રમને અમેરિકા આવ્યાને માત્ર 25 દિવસ જ થયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓના માંગવાથી વિક્રમે તેમને કેશ કાઉન્ટરમાં રાખેલા પૈસા આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ પણ શંકમંદોએ તેને ગોળી મારી દીધી હતી. વિક્રમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. વિક્રમના મોટા ભાઈના જણાવ્યા પ્રમાણે પંજાબના હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે અને વિક્રમ એક મહિના પહેલા જ અમેરિકા ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન