સુબ્રમણ્યમ સ્વામીનું મોટું નિવેદન - દેશ વિરોધી ગતિવિધિઓમાં શામેલ બંને મૌલવી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સુબ્રમણ્યમ સ્વામીનું મોટું નિવેદન – દેશ વિરોધી ગતિવિધિઓમાં શામેલ બંને મૌલવી

સુબ્રમણ્યમ સ્વામીનું મોટું નિવેદન – દેશ વિરોધી ગતિવિધિઓમાં શામેલ બંને મૌલવી

 | 6:58 pm IST

લાપતા થઈ ગયેલા ભારતના બે મૌલવીઓની પાકિસ્તાનથી સ્વદેશ પરત આવ્યા બાદ રાજનીતિ જોર પકડી રહી છે. ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક નિવેદન દઈને મામલાને ગરમાવો આપી દીધો છે. સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનમાં દિલ્હીની હજરત નિજામુદ્દીન દરગાહના બે મૌલવીઓ આસિફ નિજામી અને નજિમ અલી નિજામી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે તેમની પાસે સ્વતંત્ર રૂપથી એવી જાણકારી છે કે બંને લોકો દેશની વિરુદ્ધ કામ કરી રહ્યાં હતા. તેમનું કહેવું છે કે બંને મૌલવી જુઠ્ઠુ બોલી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાનની તથાકથિત સરકારનું કહેવું છે કે તેણે આ વિશે ખબર જ નથી. તો આટલા દિવસ આ બંને આઈએસઆઈની સાથે શું કામ કરી રહ્યાં હતા.

ગુપ્ત એજન્સી કરશે પૂછપરછ
ઉલ્લેખનિય છે કે બંને મૌલવી સોમવારે ભારત પાછા ફર્યા છે. બંનેએ વિદેશ પ્રધાન સુષમાસ્વરાજ  સાથે મુલાકાત કરી. તે પછી ઈન્ટેલીજન્સ એજન્સીઓ પણ તેમની પૂછપરછ કરીને એ જાણવાની કોશિશ કરશે કે આખરે બંને  પાકિસ્તાનમાં કેવી રીતે ગાયબ થઈ ગયા હતા.

એક મૌલવીના પુત્ર આમિર નિજામીએ જણાવ્યું કે ઈશ્વરના આશીર્વાદ લેવા માટે પહેલા એરપોર્ટ માટે રવાના થશે અને ફરી પોતાના પરિવાર સાથે મુલાકાત કરશે. નિજામીએકહ્યું કે તે ભારતની સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુષમા સ્વરાજ અને રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે. તેમણે એ વાતની ખુશી છે કે સરકારે બંનેની સુરક્ષિત વાપસી માટે કોશિશો કરી.

આસિફ નિઝામીએ કરી વાત શું થયું તેમની સાથે
આસિફ નિઝામીએ કહ્યું કે તેમને કરાચીથી દૂર સુદૂર એક  શાંત જગ્યાપર રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના ચહેરાને કપડાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. તે પછી ત્યાં જઈને અમને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા અને ભોજન માટે પણ કહેવામાં આવ્યું હતું. અન્ય એક ટ્વીટ પ્રમાણે નિઝામીએ કહ્યું હતું કે અમને વીઆઈપી રૂમમાં રાખવામાં આવ્યા હતા. મારી વિશેની વિગતો પૂછવામાં આવી હતી. દરગાહ વિશેની વિગતો પૂછવામાં આવી હતી.

ઉલ્લએખનિય છે કે આસિફ નિઝામીએ કહ્યું કે અમે સુપ્રસિદ્ધ જગ્યા બાબા ફરિદગંજને પ્રાર્થના કરવા ગયા હતા. અમે દાતા દરબારમાં  પણ ગયા હતા. અમને વીઆઈપી રૂમમાં રાખવામાં આવ્યા હતા. SHOએ અમારી પાસેથી વિગતો મેળવી હતી.

પાકિસ્તાનમાં ગુમ થયેલા નઝિમ નિઝામીએ કહ્યું હતું કે હું પાકિસ્તાન ફરીથી જઈશ. ફરીથી પૈગામ-એ- મહોબત લઈને જઈશ અને ડંકેની ચોટ પર જઈશ.

પાકિસ્તાનમાં તેમના અપહરણ વિશે વાત કરતા નિઝામીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં ઉમ્મટ કરીને એક ન્યુઝપેપરમાં એક ખોટું નિવેદન છપાયું હતું ( જેમાં કહેવામાં આવ્યું હતું કે આ મૌલવીઓ એ RAWના જાસુસ છે) ફોટા પણ છાપવામાં આવ્યા હતા. જેને પગલે તેમને લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી.