Indian coming backs in India from Saudi Arebia because of this reasons
  • Home
  • Featured
  • સાઉદી અરબથી પરિવાર સહિત પરત ફરી રહ્યા છે ભારતીયો, આ છે મજબૂરી

સાઉદી અરબથી પરિવાર સહિત પરત ફરી રહ્યા છે ભારતીયો, આ છે મજબૂરી

 | 1:49 pm IST

સાઉદી અરબમાં સૌથી વધારે લોકો કેરલ અને તેલંગાણાથી છે. ગત વર્ષે જ ફેમિલી ટેક્સ લાગુ થયા બાદ ઘણા ભારતીયોએ પોતાના પરિવારને ભારત પરત મોકલ્યો હતો. આ સિવાય ફેમિલી વિઝાની ફી 2000 રિયાલ એટલે કે 36 હજાર રૂપિયા થઇ ગઇ છે. સિંગલ એક્ઝિટ રીએન્ટ્રી વિઝાની ફી 1 વર્ષ માટે 3600 રૂપિયા હતી, હવે તેને 2 મહિનામાં બનાવવાનો રહેશે. આને વધારવા માટે 1800 રૂપિયા દર મહિને આપવાનાં રહેશે.

એટલું જ નહી હવે સાઉદી અરબમાં વીજળીનાં ભાવમાં પણ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. એક મહિનાનું સરેરાશ વીજળી બિલ 200થી વધીને 600 રિયાલ એટલે કે 11 હજાર રૂપિયા થઇ ગયું છે. આ ટેક્સને 2020 સુધી દર વર્ષે 100 રિયાલ વધારવામાં આવી શકે છે. વ્યક્તિએ પોતાના પરિવારનાં એક વ્યક્તિ માટે 400 રિયાલ આપવાનાં રહેશે. તો પરિવાર પ્રમાણે જોઇએ તો જો એક વ્યક્તિ સાથે તેની પત્ની અને 2 બાળકો રહે છે તો તેને દર વર્ષે 1200 રિયાલ એટલે કે 21,855 રૂપિયા એડવાન્સમાં જ આપવા પડશે.

સાઉદી અરબમાં એ લોકોની ફિમિલીને વિઝા આપવામાં આવે છે જે મહિને 5 હજાર રિયાલ(86000 રૂપિયા) કમાતા હોય. જો આ પ્રમાણે એક વ્યક્તિ તેની પત્ની અને 2 બાળકો સાથે રહે તો તેણે 300 રિયાલ એટલે કે 5100 રૂપિયા પ્રતિ મહિને ટેક્સ આપવો પડે છે. સરકારનાં આ પગલાથી ભારતીયો ત્યાંથી પોતાના પરિવાર સાથે દેશ પરત આવી રહ્યા છે. આની અસર ત્યાં રહેતા 41 લાખ ભારતીયો પર પડશે.