Indian Couple In Germany Charged With Spying On Sikhs, Kashmiris
  • Home
  • NRI
  • જર્મનીમાં ભારતીય દંપત્તિ જાસૂસી કરતા ઝડપાયાનો આરોપ, થશે 10 વર્ષની સજા?

જર્મનીમાં ભારતીય દંપત્તિ જાસૂસી કરતા ઝડપાયાનો આરોપ, થશે 10 વર્ષની સજા?

 | 8:27 am IST

જર્મનીના સરકારી વકીલે મંગળવારે જણાવ્યું હતું કે એક ભારતીય દંપતી સામે જર્મનીમાં શીખ સમુદાય અને કાશ્મીર ચળવળકારો પર જાસૂસી કરી રહ્યા હોવાના આરોપ મૂકીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે જર્મન પ્રાઇવસી નિયમને અનુસરતાં શંકાસ્પદ દંપતીનું નામ મનમોહન એસ. (50) અને પત્ની કંવલજિત (51) તરીકે જાહેર કર્યા હતા.

સરકારી વકીલે નિવેદનમાં જણાવ્યું હતું કે,’ મનમોહન એસ. તે વાત કબૂલી ચૂક્યો છે કે તેણે ભારતીય વિદેશી ગુપ્તચર સેવા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના કર્મચારીને જર્મનીમાં વસી રહેલા શીખ સમુદાય અને કાશ્મીર ચળવળકારો અને તેમના સગાસંબંધી વિષેની માહિતી પૂરી પાડી હતી.’

મનમોહન એસ.ની પત્ની પણ જુલાઈથી ડિસેમ્બર 2017 દરમિયાન ભારતના ગુપ્તચર અધિકારી સાથે યોજાતી માસિક બેઠકોમાં પતિ સાથે ભાગ લેતી હતી. આ દંપતીને તેમણે આપેલી સેવા બદલ 72000 યુરોની ચુકવણી થઈ હતી.

આરોપ પુરવાર થશે તો દંપતીને 10 વર્ષ સુધીની સજા થઈ શકશે. 28 માર્ચે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી પરંતુ કાર્લશ્રુહે શહેર ફેડરલ ફરિયાદ સેવાએ મંગળવારે જ તેની જાહેરાત કરવામાં આવી હતી.a

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન