indian-cricket-team-record-pink-ball-test-match percentage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પિંક બોલ ટેસ્ટમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, જાણો કોણ છે સફળ બેટ્સમેન અને બોલર

પિંક બોલ ટેસ્ટમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, જાણો કોણ છે સફળ બેટ્સમેન અને બોલર

 | 11:10 am IST
  • Share

ભારત(INDIA)અને ઈંગ્લેન્ડ(ENGLAND)ની વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેટ ડે નાઈટ હશે. ભારતીય ટીમની આ ત્રીજી ડેનાઈટ મેચ છે. ભારતીય ટીમે આ પહેલા 2019માં કોલકતામા ઈડન ગાર્ડન મેદાનમાં બાંગ્લેદેશ સામે ડેનાઈટ મેચ રમી હતી. ભારતે આ મેચ એક પારી અને 46 રનોથી જીતી હતી.

ત્યાર બાદ ભારતીય ટીમે વિદેશની ધરતી પર પિંક બોલથી ટેસ્ટ મેચ રમી હતી. જેમા તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાઈ હતી. ભારતીય ટીમ ટેસ્ટ મેચની બીજી પારીમાં માત્ર 36 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ મેચમાં આ તેને સૌથી ઓછો સ્કોર હતો. ડે નાઈટ ટેસ્ટ મેચોમાં ભારતનો રેકોર્ડ 50-50 રહ્યો છે. તેમને એક મેચમાં હાર તો એકમાં જીત મળી છે. પરંતુ ઘર આંગણે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે. એવામા જોવાનું રહશે કે ટીમનો આ રેકોર્ડ ઈંગ્લેન્ડ સામે પણ યથાવત રહેશે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ડે નાઈટ મેચમાં ભારત તરફથી સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી ચુક્યો છે. એડિલેડ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 74 રન અને બીજી ઈનિંગમાં 4 રન બનાવ્યા હતા. કોહલીએ બે ડેનાઈટ ટેસ્ટ મેચમાં 214 રન બનાવ્યા છે. બાંગ્લાદેશ સામે 2019માં કોહલીએ સદી ફટકારી હતી જે તેમની છેલ્લી સદી છે ત્યાર બાદ તેમણે કોઈ સદી ફટકારી નથી.

તો બીજી તરફ બોલરની વાત કરીએ તો ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે બાંગ્લાદેશની સામે ઈનિંગમાં 5-5 વિકેટ લીધી હતી. ઈશાંતે મેચમાં 9 વિકેટ લીધી હતી તો ઉમેશ યાદવે 8 વિકેટ લીધી હતી. ડે નાઈટ ટેસ્ટમાં ઉમેશના નામે 11 વિકેટ છે તો ઈશાંતના નામે 9 વિકેટ છે.

આ વીડિયો પણ જૂઓ: બાપ-દીકરાની જોડીએ સરકારે પાંચ કરોડનો ચૂનો ચોપડ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન