Indian Cricket Team security has been increased in West Indies
  • Home
  • Sports
  • Cricket
  • શું ટીમ ઈન્ડિયા પર થશે હુમલો? વેસ્ટઈન્ડીઝમાં સુરક્ષા વધારવામાં આવી

શું ટીમ ઈન્ડિયા પર થશે હુમલો? વેસ્ટઈન્ડીઝમાં સુરક્ષા વધારવામાં આવી

 | 8:15 pm IST

ટીમ ઇન્ડિયા હાલ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે છે. ત્યાં ટીમે વેસ્ટઈન્ડીઝને પછાડી વન ડે અને ટી 20 સિરીઝ પર કબજો કર્યો છે. જ્યારે હવે ઇન્ડિયા અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે 22 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાને ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને માહિતી મળી હતી કે વેસ્ટઈન્ડીઝ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા પર જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ પછી આ સમાચાર અફવા હોવાનું સામે આવ્યું. જોકે તેમ છતાં ટીમ ઈન્ડિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ BCCIના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ધમકીના સમાચાર મળ્યા હતા. પરંતુ તેમાં કોઈ સચ્ચાઈ સામે આવી નથી. પરંતુ સાવચેતીના પગલે ટીમની સુરક્ષા વધારવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે ટીમ ઇન્ડિયા પર હમલો થવાની ધમકી મળી છે. આ ધમકી સીધે ભારતીય ક્રિકેટ ટીમને નહીં પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) ને મળી છે. ખબરો મુજબ, પીસીબીને એક ધમકી ભરેલો ઇ-મેલ મળ્યો હતો. જેમાં ભારતીય ટીમ પર હુમલો થવાની આશંકા દર્શાવવામાં આવી હતી. ત્યાર બાદ પીસીબીએ આ ઇ-મેલ બીસીસીઆઈ અને આઈસીસીને મોકલ્યો. બીસીસીઆઈએ આ સૂચના ગૃહ મંત્રાલયને આપી. જોકે આસીસી અને વેસ્ટઈન્ડીઝ ક્રિકેટ બોર્ડે આ વાતને માત્ર અફવા ગણાવી છે. જ્યારે બીસીસીઆઈએ પણ આ વાતને સંપૂર્ણ પણે નકારી છે. આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 3 સપ્ટેમ્બર સુધી વેસ્ટઈન્ડીઝમાં રહેશે.

આ વીડિયો પણ જુઓ: બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજરો માટેનો બે દિવસીય વિચાર મંથનનો કાર્યક્રમ યોજાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન