Indian Cricketer Rishi Dhawan gets hitched to his girlfriend Deepali Chauhan
  • Home
  • Sports
  • Cricket
  • 8 વર્ષ પહેલા મેળામાં થયો હતો પ્રેમ, આખરે મોડેલ પ્રેમિકા સાથે ભારતના ક્રિકેટરે કર્યા લગ્ન

8 વર્ષ પહેલા મેળામાં થયો હતો પ્રેમ, આખરે મોડેલ પ્રેમિકા સાથે ભારતના ક્રિકેટરે કર્યા લગ્ન

 | 2:03 pm IST

તાજેતરમાં જ અનેક સેલિબ્રિટીઓ લગ્નના બંધને બંધાઈ રહી છે. તેમાં વધુ એક ક્રિકેટરનું નામ પણ જોડાઈ ગયું છે. આ ભારતીય ક્રિકેટરે પોતાની મોડલ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે. બંને છેલ્લા 8 વર્ષથી પ્રણયફાગ ખેલી રહ્યાં હતાં.

વાત ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉંડર તરીકે રમી ચુકેલા અને હિમાચલ પ્રદેશની રણજીના સ્ટાર બેટ્સમેન ઋષિ ધવનની છે. તેણે પોતાની પ્રેમીકા દીપાલી ચૌહાણ સાથે લગ્ન કરી લીધા છે. દીપાલી મોડલ રહી ચુકી છે. દીપાલી પણ ધવનની જેમ હિમાચલ પ્રદેશની રહેનારી છે. બંન્નેએ હિમાચલ પ્રદેશમાં જ લગ્ન કરી લીધા છે. ઋષિ ધવન ટીમ ઈન્ડિયા તરફથી રમી ચુક્યો છે. તે હિમાચલની રણજી ટીમની સાથે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, કિંગ્લ ઈલેવન પંજાબ માટે પણ રમી ચુક્યો છે.  

આ લગ્ન સમારોહમાં નજીકના મિત્રો અને સંબંધિઓને જ બોલાવવામાં આવ્યા હતા. આ સમારોહમાં કોઈ વીવીઆઈપી સામેલ થયા નથી. ઋષિ ધવનના પ્રેમની શરૂઆત આશરે 8 વર્ષ પહેલા થઈ હતી. 19 ફેબ્રુઆરી 1990ના હિમાચલ પ્રદેશના મંડીમાં જન્મેલા ઋષિ ધવન આશરે આઠ વર્ષ પહેલા મીકા સિંહના કાર્યક્રમમાં ગયો હતો. મીકા સિંહનો સ્ટાર નાઇટ કાર્યક્રમ એક મેળામાં હતો. આ દરમિયાન દીપાલી ચૌહાણ પણ ત્યાં આવી હતી. આ દરમિયાન બંન્નેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંન્નેને પ્રેમ થયો હતો.

જ્યારે દીપાલીને મળ્યો ત્યારે ઋષિ માત્ર 20 વર્ષનો હતો. પણ ત્યારે જ તેણે દીપાલીને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. બંન્નેએ ગત વર્ષે શગાઈ કરી હતી. હવે મુલાકાતના આઠ વર્ષ બાદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દીપાલી ફેશન ડિઝાઇનર છે. તે મોડલ પણ રહી ચુકી છે.

લગ્ન કર્યા બાદ ઋષિ ધવન ઘણી તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું છે, અંતે તે દિવસ આવી ગયો. જ્યારે મેં સુંદર યુવતી સાથે લગ્ન કરી લીધા છે. દીપાલી ચૌહાણ હું તને ઘણો પ્રેમ કરીશ. લોકો ધવન અને દીપાલીને શુભેચ્છા આપી રહ્યાં છે. ઓલરાઉન્ડર ઋષિ ધવન ટીમ ઈન્ડિયામાં વાપસીનો પ્રયત્ન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન