Indian cricketer suffered a heart attack during the match, tripura under 23 cricketer death
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ક્રિકેટરોમાં શોકનો માહોલ, ચાલુ મેચમાં આવ્યો એટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ નિધન!

ભારતીય ક્રિકેટરોમાં શોકનો માહોલ, ચાલુ મેચમાં આવ્યો એટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ નિધન!

 | 11:39 am IST

ક્રિકેટના મેદાન પર ઘણા ખેલાડીઓનો જીવ જતો રહ્યો છે અને આવું જ કંઇક મંગળવારે ત્રિપુરાની રાજધાની અગરતલામાં પણ થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજૂબ, ત્રિપુરાની અંડર-23 ટીમના ખેલાડી મિથુન દેબબર્માને હાર્ટ એટેક આવવા પર તેનું મોત નીપજ્યું હતું. દેબબર્માને મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેની મોત થઇ ગઇ.

મળતી માહિતી મુજબ મંગળવારે અગરતલાના મહારાજા બિર વિક્રમ ક્રિકેટ સ્ટેડિયમમાં એક પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. જેમા મિથુન દેબબર્મા પમ રમી રહ્યો હતો. મિથુન ફીલ્ડિંગ કરી રહ્યો હતો અને અચાનક મેદાન પર પડી ગયો મિથુન બેભાન થતો જોઇએ તેના સાથી ખેલાડીઓને તેને ઉઠાડ્યો અને નજીકની ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યોય ડોક્ટરોએ મિથુનના મોત પાછળનું કારણ હાર્ટ એટેક કહ્યું, જે જાણીને દરેક લોકો હેરાના રહી ગયા.

ડોક્ટરોએ જાણકારી આપી કે મિથુનને ગંભીર હાર્ટ એટેક આવ્યો અને તેની હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. મિથુનને આટલી ઓછી ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો તે જાણવા માટે તેના મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે. મિથુનના મોતની ખબર સાંભળી ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ડો. માનિક શાહ પણ હોસ્પિટલ પહોંચ્યા. ઘણા મોટા ક્રિકેટર પણ આ ઘટનાથી સ્તબ્ધ છે.
જણાવી દઇએ કે ક્રિકેટના મેદાન પર હાર્ટ એટેકની આ પહેલી ઘટના નથી આ વર્ષે ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેની એક ક્લબ મેચમ દરમિયાન હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. નવી મુંબઇમાં પણ એક ટૂર્નામેન્ટ દરમિયાન સંદીપ ચંદ્રકાંત મહાત્રેની આશરે 36 વર્ષની ઉંમરમાં હાર્ટ એટકે આવવાથી મોત થયું હતું. ગત વર્ષે ભોપાલમાં પણ એક રેલવે ક્રિકેટરને મેચ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

આ પણ જુઓ : દુશ્મનોનાં હોશ ઉડાવવા હવે તૈયાર છે આપણા જાંબાઝ જવાનો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન