virender sehwag share viral video of football on twitter
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સહેવાગે શેર કર્યો ‘મેસીના કાકા’નો ફૂટબોલ રમતો જોરદાર વીડિયો

સહેવાગે શેર કર્યો ‘મેસીના કાકા’નો ફૂટબોલ રમતો જોરદાર વીડિયો

 | 3:09 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે ફરી એક વખત સોશ્યિલ મીડિયા પર જોરદાર વીડિયો શેર કર્યો છે. તેમજ આ વાયરલ વીડિયોમાં તેમને પોતાના આગવા અંદાઝમાં કેપ્શન પણ લખેલ છે. જેને ઘણાં પસંદ પણ કરવામાં આવતાં રહેતા હોય છે. હાલમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ વચ્ચે સહેવાગે ફૂટબોલની પ્રતિભા દેખાડતો એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ ફૂટબોલને કિક મારી રહ્યો છે જે દૂર આવેલ બિલ્ડિંગની ઓપન વિન્ડોમાંથી અંદર પહોંચી જાય છે. જેને સોશ્યિલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. સહેવાગે પોતાના વીડિયો પર લખ્યું છે કે, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ક્રોએશિયાને ભૂલી જશો. અહીં એક વ્યક્તિ છે, ‘મેસીના ચાચા.’

મોટેભાગે સોશ્યિલ મીડિયા પર સહેવાગ કોઈને કોઈ પ્રકારનો સંદેશો આપતો વિડીયો શેર કરતો રહે છે. જે પછી હાલમાં તેને આ સોશ્યિલ મીડિયા પર વાયરલ વીડિયો શેર કર્યો છે. જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ તેને થોડાં દિવસ પહેલા 72 વર્ષની એક વૃધ્ધ મહિલાનો વીડિયો શેર કર્યો હતો જેને સુપર વુમન નામ આપ્યું હતું, જેઓ ખૂબજ ઝડપથી ટાઈપિંગ કરી રહ્યા હતા.