Indian Deepak Paliwal, who lives at stake for Corona vaccine
  • Home
  • Corona
  • કોરોના વેક્સીન માટે જિંદગી દાવ પર લગાવનાર ભારતીય દીપક

કોરોના વેક્સીન માટે જિંદગી દાવ પર લગાવનાર ભારતીય દીપક

 | 10:34 am IST

જયપુરમાં જન્મેલા અને હાલ લંડનમાં રહેતા દીપક પાલીવાલ એ ગણતરીના લોકોમાંથી એક છે જેમણે પોતાને જ વેક્સીન ટ્રાયલ માટે વોલેન્ટિયર કર્યા છે. કોરોના વેક્સીન ઝડપથી બને તેમ આખી દુનિયા ઇચ્છે છે. તેનો પ્રયાસ અમેરિકા, બ્રિટન, ચીન , ભારત જેવા તમામ મોટા દેશોમાં ચાલી રહ્યો છે. એ કોઇ નથી જાણતું કે કયા દેશમાં સૌથી પહેલાં આ વેક્સીન તૈયાર થશે. દરેક વેક્સીન બનતા પહેલાં તેનું હ્યુમન ટ્રાયલ થવું જરૂરી હોય છે. પરંતુ આ રસીના ટ્રાયલ માટે તમે આગળ આવશો? કદાચ તેનો જવાબ ના હશે. આવા લોકોને શોધવામાં ડૉકટર્સ અને વૈજ્ઞાનિકોને મુશ્કેલી પણ પડે છે. પરંતુ દીપક જેવા લોકોના લીધે કોરોનાની રસી શોધવામાં થોડીક તેજી ચોક્કસ આવી જાય છે.

હું કોરોનાની જંગમાં કેવી રીતે મદદ કરી શકું. આ પ્રશ્નનો જવાબ શોધવામાં મારું મગજ કામ કરી રહ્યું નહોતું. તો એક દિવસ બેઠા-બઠા ખ્યાલ આવ્યો કે હું મગજની જગ્યાએ શરીરથી મદદ કરી શકું. મારા મિત્રએ કહ્યું હતું કે ઓક્સફોર્ડમાં ટ્રાયલ ચાલી રહ્યા છે તેના માટે વોલેન્ટિયરની જરૂર છે અને મં આ ટ્રાયલ માટે અપ્લાય કરી દીધું તેમ દીપક પાલીવાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું.

જ્યારે મારા પત્નીને આ અંગે વાત કરી તો તેમણે આ નિર્ણયને બિલકુલ વિરૂદ્ધ ગણાવ્યો હતો. ભારતમાં પોતાના પરિવારને કંઇ જણાવ્યું નહોતું. સ્વાભાવિક છે કે આ નિર્ણયનો જ વિરોધ કરે. આથી મેં મારા નજીકના મિત્રો સાથે જ આ વાત શેર કરી હતી.

કોણ છે દીપક પાલીવાલ?

42 વર્ષના દીપક લંડનમાં એક ફાર્મા કંપનીમાં કંસલટેન્ટ તરીકે કામ કરે છે. તેઓ ભારતમાં જન્મયા અને મોટા થયા છે. તેમનો પરિવાર આજે પણ જયપુરમાં રહે છે અને તેઓ પોતાની પત્ની સાથે લંડનમાં રહે છે. પત્ની પણ ફાર્મા કંપનીમાં કરે છે. દીપકના પત્ની પર્લિ ડિસૂઝા એ કહ્યું કે તેઓ દીપકના આ નિર્ણયથી બિલકુલ ખુશ નહોતા. તેમને દીપક માટે ‘હીરો’નું ટેગ જોઇતું નહોતું. એક વખત તો તેઓ માની ગયા પરંતુ બીજી વખત આવું નહીં કરવા દે.

દીપકનો ટ્રાયલ પાર્ટ પૂરો થઇ ગયો છે. પરંતુ ઓક્સફોર્ડના ટ્રાયલમાં અત્યારે 10000 બીજા લોકો પર ટ્રાયલ કરી રહ્યું છે. આખી દુનિયાની જેમ દીપકને પણ વેક્સીન સફળ થવાની રાહ છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન