NIFTY 10,210.05 -24.40  |  SENSEX 32,568.27 +-40.89  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • આફ્રિકામાં ભારતીય હીરાવેપારીઓ લૂંટાયા, કાર ડ્રાઇવરની ગોળી મારી હત્યા

આફ્રિકામાં ભારતીય હીરાવેપારીઓ લૂંટાયા, કાર ડ્રાઇવરની ગોળી મારી હત્યા

 | 10:12 am IST

આફ્રિકામાં રફ ડાયમંડની ખરીદી કરવા ગયેલા હીરાવેપારીઓની જૂથની કારને આંતરીને તેઓને લૂંટી લેવાયા છે. જ્યારે, વેપારીઓને એરપોર્ટ લઇ જઇ રહેલા કાર ડ્રાઇવરની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાની વિગતો બહાર આવતા ભારતીય હીરાઉદ્યોગમાં ચકચાર મચી જવા પામી છે. આ વેપારીઓ સુરત અને મુંબઇ સાથે સંકળાયેલા હોવાનુ માનવામાં આવે છે.

વિદેશમાં ભારતીય હીરાવેપારીઓને ટારગેટ બનાવવામાં આવતા હોવાના કિસ્સા અવાર નવાર બનતા રહે છે. અગાઉ એન્ટવર્પમાં ભારતીય હીરાવેપારીના પરિવારને બંધક બનાવીને તથા બ્રસેલ્સ એરપોર્ટ પર કાર્ગો વાનને ટાર્ગેટ કરી લૂંટ ચલાવાઇ હોવાની ઘટનાઓએ ચકચાર જગાવી હતી. જ્યારે હાલમાં ૧૫ મે ને સોમવારના રોજ આફ્રિકના જહોન્સિબર્ગ એરપોર્ટ નજીક ભારતીય હીરાવેપારીઓને ટારગેટ બનાવાયા છે. હીરાબજાર સાથે સંકળાયેલાઓમાં ફરી રહેલા મેસેજીસ પ્રમાણે, સોમવારે સાંજે ૪-૩૦ કલાકના અરસામાં જહોન્સિબર્ગ ખાતે ખરીદી આટોપી ભારત પરી રહેલા હીરાવેપારીઓને લૂંટારુંઓએ નિશાન બનાવ્યા હતા. હીરાવેપારીઓના ચાર ગ્રૂપ પરત ફરી રહ્યા હતા. જે સમયે સશસ્ત્ર લૂંટારુઓએ તેમની એક કારને અટકાવી હતી. જે સમયે કારને હંકારી જવાનો પ્રયત્ન કરાતા સલિમ નામક ડ્રાઇવરની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે કારમાં સવાર હીરાવેપારીઓને કારમાથી ઉતારી તેઓ પાસે રહેલી તમામ માલમત્તા, મોબાઇલ ફોન સહિતની તમામ ચીજ-વસ્તુઓ લૂંટી લેવામાં આવી હતી. સદનસીબે લૂંટારુંઓ દ્વારા કોઇપણ હીરાવેપારીને ઇજા પહોંચડાવામાં આવી નહોતી. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ વેપારીઓને હાઇ-વે પર છોડી ભાગી છૂટયા હતા.

લૂંટારુઓ માલમત્તા સાથે વેપારીઓનો પાસપોર્ટ પણ લઇ ગયા હતા. જેને કારણે વેપારીઓને ભારત પરત ફરવામાં મુશ્કેલી નડી હતી. જો કે, આ સમગ્ર મામલે હીરાવેપારીઓએ ભારતીય કોન્સુલેટનો સંપર્ક કરતા સરકારની મધ્યસ્થી બાદ તેઓને ટેમ્પરરી પાસપોર્ટ ઇશ્યૂ કરાયા હતા. જેની મદદથી તેઓ સુરક્ષિત રીતે ભારત પરત ફરી ચૂકયા છે. હીરાબજાર સાથે સંકળાયેલાઓમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ વેપારીઓ સુરત અને મુંબઇના છે. જેઓ રફ ડાયમંડની ખરીદી કરવા માટે આફ્રિકા ગયા હતા. જો કે, તેઓ પાસેથી લૂંટાયેલી ચીજ-વસ્તુઓની તથા રકમની વિગત સ્પષ્ટ થઇ શકી નથી. આ અંગે આફ્રિકા ખાતેના સૂત્રોએ ઘટનાને સમર્થન આપ્યું હતું. જો કે, હાલ વેપારીઓના નામની તથા લૂંટાયેલી ચીજવસ્તુઓની માહિતી નહિ હોવાનું જણાવ્યું હતું.