આ ભારતીય બોલરે અફઘાનોને હંફાવ્યા, બંને હાથે છે દિવ્યાંગ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આ ભારતીય બોલરે અફઘાનોને હંફાવ્યા, બંને હાથે છે દિવ્યાંગ

આ ભારતીય બોલરે અફઘાનોને હંફાવ્યા, બંને હાથે છે દિવ્યાંગ

 | 11:45 am IST

ત્રણ વર્ષ પહેલા પૂર્વ ભારતીય કપ્તાન અનિલ કુંબલે કર્નાટકનાં બેંગલુરૂમાં ‘સ્પિન સ્ટાર્સ હંટ’ માટે ગયા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્પિન બોલિંગ કરનારા ભવિષ્યનાં બોલરોની શોધ કરવાનો હતો. આ દરમિયાન લગભગ બે હજાર સ્પિન બોલરોને જોયા બાદ કુંબલેએ 110 ખેલાડીઓને પસંદ કર્યા હતા, ત્યારે 17 વર્ષનાં એક છોકરાને સિલેક્ટર્સે ફેલ કરી દીધો હતો, પરંતુ કુંબલેએ સિલેક્ટર્સને ખાસ આગ્રહ કરીને તેને સિલેક્ટ કરાવ્યો હતો.

આ સ્પિન બોલરનું નામ શંકર સજ્જન હતુ. 18 વર્ષનો શંકર બંને હાથે દિવ્યાંગ છે, પરંતુ તેની ધારદાર બોલિંગ કોઇ પણ બેટ્સમેનને મુશ્કેલીમાં નાંખી શકે છે. ભારત અને અફઘાનિસ્તાનની ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા શંકર સજ્જનને અફઘાનિસ્તાનનાં ક્રિકેટરોને નેટ પ્રેક્ટિસમાં બોલિંગ માટે મોકલવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનનાં ખેલાડીઓને શંકરની ગુગલી રમવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેઓ એ જ સમજી નહતો શકતા કે બંને હાથે દિવ્યાંગ વ્યક્તિ આટલી લાઇન અને લેન્થથી કઇ રીતે બોલિંગ કરી શકે! શંકરે કહ્યું કે, “કુંબલે અને રાશિદ ખાન મારા હીરો છે. હું તે બંનેને ઘણો જ પ્રેમ કરું છું.”