Indian Economy on the Road to Rapid Recovery: Ministry of Finance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઝડપી રિકવરીના માર્ગે આગળ ધપી રહેલું ભારતીય અર્થતંત્ર : નાણામંત્રાલય   

ઝડપી રિકવરીના માર્ગે આગળ ધપી રહેલું ભારતીય અર્થતંત્ર : નાણામંત્રાલય   

 | 9:30 am IST
  • Share

  • ભારતમાં કોવિડ-19ની બીજી લહેરની અસરોમાં સતત ઘટાડો

  • જીએસટી, ઈ-વે બિલ, ટોલ કલેક્શનમાં જબરદસ્ત સુધારો

  • જુલાઇ 2021માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન એ ર્વાિષક ધોરણે વ્યાપક 11.5 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ

કોવિડ-19ની બીજી લહેર ઓસરીં, ઝડપી રસીકરણ, મોબિલિટીને વેગ મળતાં આર્થિક પ્રવૃત્તિ રોગચાળા પહેલાના આશરે 90%ના સ્તરે  પહોંચી

ભારતમાં કોવિડ-19ની બીજી લહેરની અસરોમાં સતત ઘટાડો, દેશભરમાં ઝડપી રસીકરણ અને મોબિલિટીને વેગ મળતાં સપ્ટેમ્બરમાં દેશની આર્થિક વૃદ્ધિને વધુ બળ મળ્યું છે અને તે હાલમાં મહામારીના પહેલાના સ્તરના આશરે 90 ટકાના સ્તરે છે, તેમ નાણામંત્રાલયે સપ્ટેમ્બર મહિના માટે અર્થતંત્ર અંગેના રિપોર્ટમાં જણાવ્યું છે.

ખરીફ્ ઉત્પાદનમાં વધારો, રવી માર્કેટિંગ સિઝન અને હાલમાં ચાલી રહેલી ખરીફ માર્કેટિંગ સિઝનમાં ઘઉં અને ડાંગરની વિક્રમજનક પ્રાપ્તિ જેવાં પરિબળોને કારણે કૃષિ ક્ષેત્રે ગ્રામીણ માગને મજબૂતી પૂરી પાડી છે.

ઔદ્યોગિક ઉત્પાદનમાં ઝડપી વધારો અને ફુગાવાની સામાન્ય સ્થિતિને ટાંકતા મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત ઝડપી વૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યું છે અને તેની સકારાત્મક અસરો અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો ઉપર જોવા મળી રહી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૃષિ ક્ષેત્રે સ્થિર અને ઝડપી વૃદ્ધિ, મેન્યુફેકચરિંગ અને ઇન્ડસ્ટ્રી સેક્ટરની કામગીરીમાં ઝડપી ઉછાળો, સેવાક્ષેત્રની કામગીરી પુનઃ શરૂ થવા તથા આવકોમાં વૃદ્ધિ અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રગતિનો સંકેત આપે છે.  દેશની અર્થવ્યવસ્થાના લગભગ તમામ ક્ષેત્રો સાથે 10 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થતાં પખવાડિયામાં બેંક ક્રેડિટ વૃદ્ધિ સુધરીને 6.7 ટકા થઇ છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામા 5.3 ટકા હતી, તેમ મંત્રાલયે જણાવ્યું છે. આ પહેલાં ઓગસ્ટ મહિનામાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ સારું પ્રદર્શન કર્યું છે. ટ્રાવેલ નિયંત્રણો હળવા થવા અને વૃદ્ધિ સાથે ઉદ્યોગો તેમણે ગુમાવેલી પરિસ્થિતિ ઉપર પુનઃ કાબૂ મેળવી રહ્યાં છે. કેપિટલ ગુડ્સ અને કન્ઝયુમર ડયૂરેબલ્સની આગેવાની હેઠળ જુલાઇ 2021માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી)એ ર્વાિષક ધોરણે વ્યાપક 11.5 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ સાધી છે.

બીજી લહેરની અસરો ઘટવા સાથે સપ્લાય ચેઇનની પુનઃરચના, ખાદ્ય ફુગાવામાં ઘટાડો, કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ) ઇન્ફ્લેશન ઓગસ્ટ, 2021માં 5.3 ટકાના ચાર મહિનાના નીચા સ્તરે પહોંચતા સ્પષ્ટ થાય છે કે ફુગાવો મહામારી પ્રેરિત અને ટૂંકાગાળા માટેનો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્ર્રૂડ ઓઇલના ભાવોમાં વોલેટાલિટી તેમજ ખાદ્યતેલ અને મેટલ પ્રોડક્ટ્સની કિંમતોમાં સતત વધારો ચિંતાનું કારણ બની શકે છે.

જીએસટી, ઈ-વે બિલ, ટોલ કલેક્શનમાં જબરદસ્ત સુધારો

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આર્થિક પ્રદર્શનને જોતાં સ્પષ્ટ થાય છે કે પાવર વપરાશ,રેઇલ ફ્રેઇટ એક્ટિવિટી, ઇ-વે બિલ, મજબૂત જીએસટી કલેક્શન, હાઇવે ટોલ કલેક્શન તેમજ ફ્રેઇટ અને પેસેન્જર ટ્રાફ્કિ સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જબરદસ્ત સુધારો થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો