indian-economy-statistics-share-market-rupees
 • Home
 • Business
 • ભયાનક છે આંકડાઓની તસવીર, રોકાણકારો કઈ સમજે તે પહેલા જ 1.4 લાખ કરોડ છૂમંતર

ભયાનક છે આંકડાઓની તસવીર, રોકાણકારો કઈ સમજે તે પહેલા જ 1.4 લાખ કરોડ છૂમંતર

 | 6:00 pm IST

નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે બપોરે 3 વાગે જે બોલ્યા, તેના 40 મીનિટની અંદર તેલ કંપનીઓના રોકાણકારોના 1.4 લાખ કરોડ છૂમંતર થઈ ગયા. તે પછી શુક્રવારે લગભગ તે સમયે જ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું કે, રેપો રેટ હાલમાં વધારવામા આવશે નહી. પરિણામ રૂપિયો રિસાયો અને શેર બજારના રોકાણકારોના લગભગ 3 લાખ કરોડ સાફ થઈ ગયા. હવે સોમવાર પર નજર ટકેલી છે.

હાલના દિવસોમાં ઈકોનોમીના આંકડાઓ હોરર ફિલ્મની જેમ ડરાવી રહ્યાં છે. રોકાણકારોની નજર સામે તેમની રકમ સ્વાહા થઈ રહી છે અને તેઓ કંઈ કરી શકે તેવી હાલતમાં નથી.

જોકે, તેનાથી પણ વધારે ખતરનાક તસવીર આખા શેર બજારની છે, જ્યા પ્રતિદિવસે કાંડ પર કાંડ થઈ રહ્યાં છે. દિલને સંભાળીને આંકડાઓ પર ધ્યાન આપો, તો સમજાશે કે હજુ કેટલાક દિવસ ખતરો જ ખતરો છે.

આજે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને બે ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતા. જો કે ટૂંકા ગાળામાં સેન્સેક્સમાં ઘટાડો થયો છે અને આ આંકડો 1000ના આંકને પાર કરી ગયો તે જ સમયે, નિફ્ટી 307 પોઇન્ટ પછડાઇ છે. સ્થિતિ એ હતી કે સેન્સેક્સના 31 માંથી 30 શેરો અને નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેરો રેડ ઝોનમાં હતા.

યુએસ માર્કેટની સૌથી મોટી મંદીની અસર વિશ્વભરના બજારો પર જોવા મળી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજ દર વધારવાની યોજનાને ફેડરલ રિઝર્વને ‘પાગલ’ ગણાવતા વોલ સ્ટ્રીટમાં તહેલકો મચાવ્યો હતો. બુધવારે S & P500 3.29 ટકા, નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 4.08 ટકા જ્યારે ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 2.2 ટકા નબળો પડ્યો હતો. આજના દિવસે ભારતને કેટલો ફટકો પડ્યો છે તેનો આકંડો પાછળથી સ્પષ્ટ થશે.

 • 1 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે સેન્સેક્સમાં લગભગ 4000 પોઈન્ટ કડાકો
 • નાણામંત્રી અરૂણ જેટલીએ તેલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલમાં 1 રૂપિયા લીટરનો ભાર ઉઠાવવાનું કહ્યું, તો ગુરૂવાર અને શુક્રવાર 2 દિવસમાં 40 મીનિટમાં ઓઈલ કંપનીઓના 1.4 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા.
 • 2 દિવસમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર 40 ટકા સુધી પછડાયા
 • પેટ્રોલ-ડીઝલના ભાવ 1.5 લીટર ઘટાડવાના કેન્દ્ર સરકારને વર્ષભરમાં 10,500 કરોડ રૂપિયાની એક્સાઈઝનું નુકશાન
 • ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ, એચપીસીએલની વર્ષભરની 9000 કરોડ રૂપિયાની આવકનો સફાયો
 • પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવાથી રાજ્ય સરકારોને લગભગ 30,000 કરોડ રૂપિયા ટેક્સ ઘટશે.
 • રૂપિયો ક્યાં સુધી પછડાશે, ખબર નથી. રૂપિયો 2018માં 15 ટકા ઘસાઈ ચૂક્યો છે, જ્યારે એક વર્ષ દરમિયાન (1 સપ્ટેમ્બર, 2017થી
 • 30 સપ્ટેમ્બર 2018) આમા 20 ટકા ઘટાડો આવ્યો છે.
 • સપ્ટેમ્બર 2017માં 224 રૂપિયાનો ઈન્ડિયન ઓઈલનો શેર હવે અડધુ થઈને માત્ર 118 રૂપિયા પર આવી ગયુ
 • ક્રૂડ 2014માં 108 બેરલથી ઘટીને 2016માં 30 ડોલર સુધી આવી ગયું. આનાથી સરકારને 3 વર્ષમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો.
 • નાના અને મધ્યમ શેરોના રોકાણકારોમાં મોટાભાગની વેલ્યૂ અડધાથી પણ ઓછી થઈ ગઈ
 • સપ્ટેમ્બરમાં બીએસઈ કંપનીઓની માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયા સાફ
 • ઓક્ટોબરના બે ટ્રેડિંગ સત્રમાં લગભગ 8 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ સાફ
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 1.21 લાખ કરોડ રૂપિયાનો સફાયો
 • ઈન્ડિયાબુલ્સ વેન્ચર, યસ બેક પીએનબી હાઉસિંગ ફાયનાન્સ, એડેલવાઈસ ફાઈનેન્શિયલ સર્વિસ, આઈઆઈએફએલ હોલ્ડિંગ બેંક ઓફ બડોદા, બંધન બેંક વગેરેના શેર 30થી 35 ટકા પછડાયા

આઈએલએફએસના કારણે ગેરબેન્કિંગ નાણાકિય કંપનીઓના શેરોમાં આવ્યો મોટો કડાકો

ગ્લોબલ બ્રોકરેજ કંપની સીએલએસએ અનુસાર, હજુ ખતરો ટળ્યો નથી. રૂપિયાને મજબૂત કરવા માટે કોઈ જ ઉપાય સરકાર હજુ સુધી શોધી શકી નથી. નાણાકિય સંસ્થાઓ, ખાસ કરીને સરકારી બેંકો પર વિશ્વાસ વધે તેવું કોઈ જ પગલું ભરવામા આવ્યું નથી.

પહેલા પણ ભારતના શેર બજારમાં ગિરાવટ આવી છે, જોકે, તે કડાકા ગ્લોબલ ઈકોનોમીના કારણે થતા હતા પરંતુ હવે ઘરેલૂ સંકટના કારણે આ બધુ થઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં એક રૂપિયા લીટરનો ભાર તેલ કંપનીઓના માથે મઢીને સરકારે આર્થિક સુધારો વધારવાની જગ્યાએ ઘટાડ્યો છે. એવામાં હવે સામે ચૂંટણી આવી રહી છે, તેથી રોકાણકારો માટે ‘પડ્યા પર પાટુ’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, તો આવનાર 6 મહિના શેર બજારના આંકડાઓ હોરર ફિલ્મ કરતા પણ વધારે ભયાનક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન