Indian embassy advisory for students hoping to study in America
  • Home
  • Featured
  • અમેરિકામાં ભણવા જનારાઓ માટે માઠા સમાચાર, જાહેર કરાઈ નવી એડવાઈઝરી

અમેરિકામાં ભણવા જનારાઓ માટે માઠા સમાચાર, જાહેર કરાઈ નવી એડવાઈઝરી

 | 11:37 am IST

વોશિંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસે ભારતના વિદ્યાર્થીઓને અમેરિકી યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવતાં પહેલાં કુનેહ દાખવીને સાવચેતી રાખવા સલાહ આપી છે.

અમેરિકી સત્તાવાળા દ્વારા ઇમિગ્રેશન કૌભાંડનો તાગ મેળવવા ઉભી થયેલી બનાવટી શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવીને 100 ભારતીય વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા પછી વોશિંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરી બહાર પાડી છે.

એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુનિર્વિસટી ખરેખર કોઇક સંકુલમાં કાર્યરત છે કે પછી વહીવટી કામગીરી માટેનું સંકુલ અને વેબસાઇટ જ ધરાવે છે કે કેમ ? તેની તપાસ કરી લેવી જરૂર છે. જો યુનિર્વિસટી શૈક્ષણિક સંકુલ ના ધરાવતી હોય તો તેને વિશ્વસનીય યુનિર્વિસટી ના માની શકાય અને આવી યુનિર્વિસટીમાં પ્રવેશ ટાળવો જોઇએ.

યુનિર્વિસટી નિયમીત પ્રાધ્યાપકો ધરાવે છે કે કેમ તે પણ જાળવું જોઇએ. જો આમ ના હોય તો તેવી સંસ્થામાં પ્રવેશ મેળવવો જોઇએ નહીં. આવી બનાવટી યુનિર્વિસટી માત્ર વહીવટી સ્ટાફને જ રાખતી હોય છે અને વેબસાઇટ પર પ્રાધ્યાપકોની વિગતો પણ નથી હોતી.

યુનિર્વિસટીમાં ચોક્કસ અભ્યાસક્રમ, ઇતર પ્રવૃત્તિ કે શૈક્ષણિક પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરીને જ તેમાં પ્રવેશ મેળવવો હીતકર છે. જો આવું કોઇ શૈક્ષણિક માળખુ ના હોય તો તેમાં પ્રવેશ ટાળવો જોઇએ.

જુઓ આ વીડિયો પણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન