Corona: Indian Embassy In Italy Saved A Daughter
  • Home
  • Corona live
  • કોરોનાનાં વમળમાં ઇટાલીમાં ફસાઈ હતી દીકરી, મોદી સરકારે પિતાનાં ચહેરા પર લાવ્યું સ્મિત

કોરોનાનાં વમળમાં ઇટાલીમાં ફસાઈ હતી દીકરી, મોદી સરકારે પિતાનાં ચહેરા પર લાવ્યું સ્મિત

 | 7:04 pm IST

એક તરફ જ્યાં કોરોનાને લઇને દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ પરિવારો માટે આ કહેરથી બચી નીકળવું એ ખુશીનું મોજું લઇને આવે છે. આવું જ કંઇક મહારાષ્ટ્રનાં પુણેમાં રહેનારા પ્રતીક કદમ (બદલેલું નામ)ની સાથે થયું. ગત ઘણા વર્ષોથી જે મોદી સરકારની ટીકા કરતા થાકતા નહોતા, તે સરકારે તેમની એવી મદદ કરી કે તેઓ હવે પ્રશંસાનાં પુલ બાંધતા થાકી રહ્યા નથી.

ઇટાલીમાં અભ્યાસ માટે ગઈ હતી દીકરી

ઇટાલીને જ્યાં કોરોનાએ પોતાના ભરડામાં સંપૂર્ણ રીતે લઇ લીધું છે ત્યાંથી કદમની દીકરીને સરકાર પરત લઇને આવી છે. કદમે જણાવ્યું કે, જ્યારે તેઓ સંપૂર્ણ રીતે હારી ગયા હતા ત્યારે તેમને અહેસાસ થયો કે તેમની સરકાર છે જે તેમની સાથે ઉભી છે. કદમે કહ્યું કે, “મારી દીકરી માસ્ટર્સનાં શિક્ષણ માટે 4 ફેબ્રુઆરીનાં ઇટાલીનાં મિલન શહેર ગઈ હતી. ત્યાં તેનો અભ્યાસ 20 તારીખથી શરુ થયો હતો, પરંતુ કોરોના વાયરસનાં કારણે તેની કોલેજ બંધ થઈ ગઈ.”

15 દિવસ માટેનું જ હતુ ભોજન-પાણી

28 ફેબ્રુઆરીનાં તેમની દીકરીએ જણાવ્યું કે, “ત્યાં બધુ જ ઠીક છે અને આગામી 4 મહિના માટે તે રેન્ટ એગ્રીમેન્ટને આગળ વધારી રહી છે. પરંતુ 10 માર્ચનાં ત્યાંની દુકાનો બંધ થઈ ગઈ.” પ્રતીકની દીકરીએ જણાવ્યું કે, હવે તેની પાસે ફક્ત 15 દિવસનું ખોરાક-પાણી છે.” પ્રતીકે પોતાની દીકરીને તરત ભારત આવવા કહ્યું, પરંતુ ઇટાલી સરકારે ભારત પરત ફરવા માટે સર્ટિફિકેટની માંગ કરી, જે ત્યાં ભારતીય દૂતાવાસથી જ બની શકતુ હતુ. વેબસાઈટથી જાણવા મળ્યું કે ભારતીય દૂતાવાસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

….અને પિતાનાં ચહેરા પર આવી મુસ્કાન

ત્યારબાદ પ્રતીકે ભારતીય દૂતાવાસનાં 8 લોકોનાં મેલ આઈડી શોધીને તેમને મેલ કરીને જણાવ્યું કે તેમની દીકરી ત્યાં ફસાયલી છે અને તેમણે પોતાની દીકરીની ડિટેલ્સ મેલ કરી. પ્રતીકે કહ્યું કે, “પછી રાત્રે 10:30 વાગ્યે મારી દીકરીનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, ભારતીય દૂતાવાસથી ફોન આવ્યો હતો અને તે આગામી દિવસે ભારત આવવા નીકળી રહી છે. મારી દીકરી 15 માર્ચનાં ભારત આવી ગઈ. અત્યારે તેને દિલ્હીની આઈટીબીપી હૉસ્પિટલમાં રાખવામાં આવી છે. તેના ભોજન, દવા, દરેક ચીજનો ઇંતઝામ સરકાર કરી રહી છે. તેઓ પોતાના બાળકની માફક તેની દેખરેખ કરી રહ્યા છે.” પ્રતીક હવે ભારતીય દૂતાવાસ અને મોદી સરકારનો ધન્યવાદ કરતા થાકતા નથી.

આ વિડીયો પણ જુઓ: ભાજપના પૂર્ણેશ મોદીએ ગૃહમાં કોંગ્રેસને લઈને કટાક્ષ કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન